1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાથી આપી મુક્તિ, IMA ચીફની કાઢી ઝાટકણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પ્રશંસા કરી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાબા રામદેવમાં લોકોની આસ્થા છે અને તેનો સકારાત્મક રીતે ઉપયોગ થવો જોઇએ. કોર્ટે કહ્યું કે આજે આખી દુનિયામાં યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તેમાં બાબા રામદેવનો પણ ફાળો છે.. જેને લઇને બાબા રામદેવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કોર્ટે આ […]

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની અરજી ફગાવી

નવી દિલ્હીઃ પીએમ મોદીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં પીએમ મોદી પર નફરતભર્યા ભાષણો આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં પીએમ મોદી વિરૂદ્ધ નફરત ફેલાવનાર ભાષણ આપવા અને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં […]

સુપ્રીમ કોર્ટમાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ખાસ લોક અદાલતનું આયોજન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કેસના ઝડપી નિકાલ માટે 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. હમીરપુરના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અસલમ બેગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ તેના કેસનો ઝડપથી નિકાલ કરવા માંગે છે.  તો તે 29મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી યોજાનારી વિશેષ લોક […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

અરવિંદ કેજરિવાલ સીએમ ઓફિસ અને સચિવાલય નહીં જઈ શકે, જામીનની શરત

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્ર4ગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરિવારને આજે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં છે. કોર્ટે કેટલીક શરતોને આધારે જામીન આપ્યાં છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું કે, આપના સંયોજકને 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવાનું રહેશે […]

ચૂંટણી પ્રચાર માટે જેલમાંથી બહાર આવશે કેજરિવાલ, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 7મી મેના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઓગસ્ટ 2022માં EDના ECIR બાદ કેજરીવાલ […]

સુપ્રીમ કોર્ટમાં કેજરિવાલના જામીન પરની સુનાવણીમાં ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી, કાલે ફેસલો

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા જેલ હવાલે કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે. શરાબકાંડમાં પોતાની ધરપકડને પડકારતી રીટ અરજી પર સુનાવણી સમયે એક તબકકે સુપ્રીમકોર્ટે શા માટે કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા તે મુદે ઈડી તરફથી રજુ થયેલા એડી. સોલીસીટર […]

સંદેશખાલી કેસમાં મમતા બેનર્જી સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચારના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. કેસની તપાસ સુપ્રીમ કોર્ટમાં સોંપવાના હાઈકોર્ટના આદેશને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંદેશખાલી કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ગંભીર નોંધ લીધી હતી કે, સરકાર ખાનગી વ્યક્તિ […]

પત્નીની સંપતિ પર પતિનો કોઇ હક નથી, તે સંપતિનો વહીવટ પણ ન કરી શકેઃ સુપ્રીમ

પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code