1. Home
  2. Tag "Supreme Court"

NEET પેપર લીકની CBI તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ, NTAને નોટિસ પાઠવી કોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કથિત પેપર લીક અને NEET પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ પાઠવી હતી, અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં […]

પાણીની સમસ્યાના ઉકેલા માટે સમિતિની રચના કરવા દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

નવી દિલ્હીઃ દિલ્હી અને હરિયાણા વચ્ચેના જળ વિવાદને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે એક સમિતિની રચના કરવી જોઈએ. દિલ્હી સરકારે અરજી દાખલ કરીને હરિયાણાને તાત્કાલિક પાણી છોડવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. કહેવાય છે કે હીટવેવ […]

પાણીની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી, અણિયારા સવાલો કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં આકરી ગરમી વચ્ચે પાણીનું સંકટ વધી રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને દિલ્હી સરકારને પૂછ્યું કે તેણે ટેન્કર માફિયાઓને રોકવા માટે શું પગલાં લીધાં છે. પાણીનો બગાડ અટકાવવા તમે શું કામ કર્યું? દિલ્હીમાં પાણીની અછતના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કોઈ નવો મામલો નથી. છેલ્લા […]

NEET-UG 2024ના પરિણામોમાં થયેલા કથિત ગોટાળાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UG 2024ના પરિણામોમાં થયેલી ગોટાળાને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ છે. હવે NEET પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે. NEET UG પ્રશ્નપત્ર લીક થવાના અહેવાલો વચ્ચે, ઉમેદવારોના એક જૂથે […]

દિલ્હીવાસીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, હિમાચલ પ્રદેશને વધારાનું પાણી છોડવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પાણીની તંગીના મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિમાચલ પ્રદેશ અને હરિયાણા સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. કોર્ટે હિમાચલ પ્રદેશને શુક્રવાર થી દરરોજ 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે હરિયાણાને તેના વિસ્તારમાં પડતી નહેર દ્વારા દિલ્હી સુધી પાણી પહોંચાડવામાં સહયોગ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, દિલ્હી સરકારે પાણીનો […]

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, […]

કેજરિવાલના વચગાળાના જામીન લંબાવવાની અરજી ઉપર તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જસ્ટિસ એએસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન લંબાવવા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેણે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે. આનું કારણ જણાવતા કેજરીવાલે કહ્યું કે પીઈટી અને સીટી સ્કેન સિવાય તેમને કેટલાક વધુ ટેસ્ટ કરાવવાના છે. તેમણે આ તમામ તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો […]

મતદાનના આંકડા જાહેર કરવા મામલે ચૂંટણી પંચને નિર્દેશ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનના આંકડા વેબસાઈટ ઉપર અપલોડ કરવા સંબંધમાં કોઈ નિર્દેશ કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, લોકસભા ચૂંટણીને લઈને પાંચ તબક્કા પૂર્ણ થયાં છે હવે બે તબક્કામાં મતદાન યોજાશે. જેથી ચૂંટણી પંચને વેબસાઈટ પર મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવાના કામમાં લોકોને લગાવવા મુશ્કેલ છે. […]

હેમંત સોરેનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને લઈને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે,”નીચલી કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધી છે.” નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણી માટે આધાર બનતો  નથી. હેમંત સોરેન વતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code