1. Home
  2. Tag "surat"

સુરતમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા 60 ઝાડ પડી ગયા, પાર્ક કરેલા અનેક વાહનો દબાયા

સુરતઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનને હજુ 15થી 20 દિવસ બાકી છે. ત્યારે મેધરાજાએ ઘણા વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. સુરત શહેરમાં ગઈ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે  શહેરમાં કુલ 60 જેટલા ઝાડ પડી ગયા […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન 250થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધો લાભ  સુરત: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા હીરાબાગ ખાતે આવેલા પી.પી. સવાણી […]

ફળોની રાણી ગણાતી કેરીની વિવિધ 43 જાત, સૌથી રસ મધૂર કેરી કઈ ? પ્રદર્શન યોજાયું

સુરતઃ ઉનાળાની ગરમીમાં મીઠીં મધૂર ગણાતી કેરીની પણ સીઝન હોવાથી લોકો કેરી આરોગતા હોય છે. કેરીની વિવિધ 43 જેટલી જાત છે. અને દરેક કેરીનો સ્વાદ અલગ હોય છે. સુરત શહેરમાં નાયબ બાગાયત નિયામક કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અઠવાની પનાસ સ્થિત બાયોટેક્નોલોજી કોલેજ ખાતે એક દિવસીય કેરી પ્રદર્શન અને હરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને લીધે રત્ન કલાકારોના ઉનાળુ વેકેશનમાં વધારો થવાની શક્યતા

સુરત:  ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપી રહ્યો છે. જેમાં સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય છે. હીરા ઉદ્યોગમાં ચડતી-પડતી, યાને તેજી-મંદી તો આવ્યા જ કરતા હોય છે. પરંતુ આ વખતે યુક્રેન-રશિયાના યુદ્ધ તેમજ વૈશ્વિક માગમાં ઘટાડાને કારણે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. તેથી સુરતના રત્ન […]

સુરતમાં પોસ્ટની રેલ ગતિ શક્તિ કાર્ગો સેવાને મળ્યો સારો પ્રતિસાદ, 1200 ટન પાર્સલો મોકલાયાં

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. શહેરની અનેક કાપડ મિલો-પાવરલૂમ દ્વારા સાડીઓ સહિત તૈયાર કરાતા કાપડના પાર્સલોને દેશભરના શહેરોમાં મોકલવામાં આવે છે. હવે તો પરપ્રાંતના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપીને કાપડ મંગાવી રહ્યા છે. ત્યારે શહેરના વેપારીઓને અન્ય શહેરોમાં પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડતી હતી, આથી પોસ્ટ અને રેલવે વિભાગ  દ્વારા રેલ ગતિ […]

સુરતઃ વીર નર્મદ યુનિવર્સિટીનો પ્રજ્ઞાચક્ષુ પરીક્ષાર્થીઓ માટે નવતર પ્રયોગ

અમદાવાદઃ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપ થકી પરીક્ષા લેવામાં આવી છે. ટાઈપિંગ,વોઈસ, કમાન્ડ,સ્ક્રીન,રીડર ફીટબેકથકી પરીક્ષાનો પ્રયાસ કર્યો છે. વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનો રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4 ની પરીક્ષા રાઇટરની […]

સુરતની તાપી નદી બની પ્રદૂષિત, કેમિકલ ઠલવાયાની શંકા, નદીના પાણીનો રંગ પણ બદલાયો

સુરતઃ ગુજરાતમાં સાબરમતી સહિત નદીઓ પ્રદૂષિત હોવાનો તાજેતરમાં રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. ત્યારે તાપી નદી પણ પ્રદૂષિત બની રહી છે. કહેવાય છે. કે, તાપી નદીના કિનારે અનેક ઉદ્યોગો આવેલા છે. કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બીજીબાજુ તાપી નદીના શુદ્ધીકરણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન […]

સુરતમાં હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી, સપ્તાહમાં બે દિવસ રજાનો નિર્ણય

સુરતઃ શહેરમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે, હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતાં જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. […]

સુરતમાં વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક 40 વર્ષ જુની ઝૂંપડપટ્ટી હટાવાતાં 576 પરિવારો બેઘર

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેકની નજીક છેલ્લા 40 વર્ષથી ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોશન હાથ ધરાતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ગરીબોના ઝૂંપડાઓ તોડી પાડતા 576 પરિવારો બેઘર બની ગયા હતા. સુરત […]

રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયા બાદ આજે સુરતમાં પણ મ્યુનિએ પાડ્યા દરોડા

સુરતઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાએ ગઈકાલે રાજકોટ વિસ્તારમાંથી દરોડા પાડીને 1600 કિલો બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું. રાજકોટમાંથી 1600 કિલો બનાવટી પનીર પકડાયા બાદ  સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. સુરત શહેરના આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code