1. Home
  2. Tag "surat"

સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બાખડી પડ્યા, સામસામો કરાયો પથ્થરમારો

સુરત :  ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં સુરત શહેર આમ તો ભાજપનો ગઢ ગણાય છે. સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની સ્ટાઈલમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. બન્ને પક્ષો એકબીજા સામે પ્રહાર કરવાનું છોડતા નથી.ત્યારે ગઈકાલે શહેરમાં  ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને […]

લિગ્નાઈટ સહિત કાચા માલમાં ભાવ વધારો થતા સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં

સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ આવેલી છે. મોટાભાગની ટેક્સટાઈલ મિલો બળતણ તરીકે લિગ્નાઈટનો ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા મહિનાથી કાચામાલના બેફામ ભાવવધારાને લઇને ટેક્સટાઇલના મિલ માલિકો ભારે આર્થિક સંકટમાં મૂકાયેલા હતા. એવામાં વળી લિગ્નાઇટમાં  42 ટકા જેટલા ભાવવધારા સામે મિલ માલિકોએ કોલસો નહિ ઉપાડવાનું શસ્ત્ર અજમાવ્યું છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને એક બેઠક તાજેતરમાં મળી […]

ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર રાજકીય પક્ષોને જ નહીં પણ રાજકારણ સાથે ન જોડાયેલા લોકોને પણ ફાયદો કરાવી આપતી હોય છે. ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટેશન, મંડપવાળા, રસોઈયા તેમજ રાજકીય પક્ષોના બેનર્સ,પોસ્ટર્સ, ખેસ ટોપી બનાવનારાઓને કમાણી થતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પ્રચાર માટેના કપડાના બેનર્સ, પોસ્ટર્સ, ખેસ, ટોપી સહિતનું સાહિત્ય બનાવવાનો ધંધો 900 કરોડે પહોંચ્યો છે. […]

સુરતમાં ગુમ થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલાએ આખરે ફોર્મ પરત ખેંચ્યુ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે ખરાખરીના દાવ ખેલવામાં આવી રહ્યા છે.સુરત  શહેરની પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું. આવી સ્થિતિમાં […]

સુરતનું ભાંડુત ગામ રાજ્યનું સૌપ્રથમ ડિઝલપંપ મુકત ગામ બન્યું

અમદાવાદઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ 100 % સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત  […]

સુરત નજીક સિગ્નલ પોઈન્ટ જામ થતા રાજધાની સહિત 10 જેટલી ટ્રેનોને રોકવી પડી

સુરત: મુંબઈ-વડોદરા વચ્ચે ટ્રેનોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે.  સતત 24 કલાક ગુડઝ ટ્રેનોથી લઈને અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોય છે. ત્યારે સુરત નજીક સિગ્નલ પોઇન્ટ જામ થતાં 10 જેટલી ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકવાની ફરજ પડી હતી. કીમ નજીક ટ્રેક પર ક્ષતિ સર્જાતા સમારકામ કરી સવા કલાક બાદ ટ્રેનો ફરી પૂર્વવત કરાઈ હતી. […]

સુરતમાં એક વ્યક્તિ પેટ્રોલપંપ સળગાવવાનો કર્યો પ્રયાસ,સીસીટીવીમાં વીડિયો રેકોર્ડ

સુરત :સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હજુ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના મગદલ્લા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર એક ગંભીર ઘટના બની હતી. જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

સુરતઃ 3 કિલો સોનુ, કિંમતી હિરા અને બ્રાન્ડેડ ઘડિયાળો DRIએ જપ્ત કરી

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સુરત SEZ, સચિન ખાતે સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે જાહેર કરાયેલ આયાત માલમાં 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો વગેરે જપ્ત કર્યા હતા. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓ દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે એક જ્વેલરી યુનિટ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે […]

ડામંડ સિટી સુરત પાસે આવ્યા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 માપવામાં આવી

સુરત પાસેના વિસ્તારની ઘરા ઘ્રુજી ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ સુરતઃ–  લદ્દાખ અને બિહારના પટના ગઈ કાલે ભૂકંપના આચંકા અનુભવાયા હતા ત્યારે આજ રોજ ગુજરતાના શહેર સુરત પાસે ભૂકંપના આચંકા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે,ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે સામાન્ય બનતી જઈ રહી છે,અનેક જગ્યાઓ પર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code