1. Home
  2. Tag "surat"

વીર નર્મદે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપી અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતોઃ અમિત શાહ

અમદાવાદઃ ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન […]

સુરતની 50 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવાયાં

અમદાવાદઃ સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન 50 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવ્યાં હતા. સુરત શહેર પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શાળા સલામતી કાર્યક્રમનો સુરતમાં પ્રારંભ કરાયો છે. જેમાં શહેરની ૫૦ વધુ શાળાઓ શાળા સલામતીના પાઠ ભણાવી બાળકોને જાગૃત્ત કરશે. […]

વિકાસને વેગ આપવા માટે CMએ અમદાવાદ અને સુરતની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ત્રણ  પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની ડ્રાફ્ટ સ્કીમ 413–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી […]

તહેવારો નજીક હોવા છતાં સુરતના કાપડ માર્કેટમાં ઘરાકી ન નિકળતા વેપારીઓની કફોડી સ્થિતિ

સુરત:  દિવાળીના તહેવારોને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તેમજ પશ્વિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ઊજવાતા દુર્ગાષ્ટમી સહિતના પર્વને પણ મહિનો બાકી રહ્યો છે. આમ તહેવારોને લીધે સુરતના જથ્થાબંધ કાપડ માર્કેટમાં સારીએવી ઘરાકી નિકળી હોય છે. જોકે આ વખતે જોઈએ તેવી ઘરાકી હજુ નિકળી નથી. એટલે વેપારીઓ ચિંતિત બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

સુરતઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની પુજા કરી

અમદાવાદઃ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરતના ઓલપાલમાં આવેલા વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી. તેમજ પૂર્જા-અર્ચના કરીને દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે તેવી શ્રીજીને પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકાના અશોકનગર, માછીવાડ, સાયણ […]

ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને ડિજિટલ ઇન્ડિયા આગળ ધપાવી શકે છે: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા પહેલ હીરા, કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા તેના પરંપરાગત ઉદ્યોગોને સમર્થન આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમ ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું. સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને […]

સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

અમદાવાદઃ સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 109243 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 104051 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 40658 હેકટરમાં ડાંગરની, 8911 હેકટરમાં તેલીબિયા પાકોમાં સોયાબીનની અને 8303 હેકટરમાં કઠોળ વર્ગમાં તુવેરનું વાવેતર થયું છે. […]

સુરતઃ વર્ષ 1883માં શરૂ થયેલી શાળાને દાનની રકમથી સુવિધાથી સજ્જ સુંદર ભવનમાં ફેરવાઈ

અમદાવાદઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નાનકડા ગામ વાવ ગામમાં 1883ના વર્ષમાં શરૂ થયેલી પ્રાથમિક શાળાને રૂ.બે કરોડનું દાન મેળવી મોટી કોલેજના આધુનિક ભવન જેવી આધુનિક સુવિધાથી સજજ કરવામાં આવી છે.  આદર્શ શિક્ષિકા આચાર્યા પ્રજ્ઞાબહેન પટેલ તથા તેમના સહકર્મચારીઓના અથાર્ગ પ્રયાસથી આ કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે.  શાળાને અસંખ્ય એવોર્ડ મળ્યા, વિદ્યાર્થીઓ પણ તેજસ્વી હોય શિક્ષણનું […]

દ.ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ઓલપાડ નજીક બ્રિજનો એક નમી પડ્યો, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો એક ભાગ નમી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની […]

દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતના સુરતમાં 150 બેડ ધરાવતી  કેન્સર, હાર્ટ ઈન્સ્ટીટ્યુટ અને ટ્રોમા સેન્ટર અને મોમ્સ આઈવીએફનું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના નિર્માણથી સુરતમાં આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code