1. Home
  2. Tag "surat"

ચેસ ઓલિમ્પિયાડ માટેની મશાલ રીલેનું સુરતમાં આગમન

અમદાવાદઃ ભારતમાં પ્રથમ વખત 44મા ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલી ઐતિહાસિક મશાલ રીલે સુરત ખાતે આવી પહોંચી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવસારીના સાંસદ સી. આર. પાટીલે મશાલ રીલેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને રાજ્યના ચેસ ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરાને મશાલ રીલે સોંપીને દાંડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ […]

સુરતમાં ચોમાસાની સીઝનના પ્રારંભે સરસિયા ખાજાનું ધૂમ વેચાણ, વિદેશમાં પણ ભારે માગ

સુરતઃ ગુજરાતમાં તમામ શહેરો જુદા જુદા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત હોય છે. ભાવનગરના ગાંઠિયા, રાજકોટના પેંડા, જામનગરની કચોરી, નડિયાદનું ભૂંસુ અને સુરત શહેર ઘારી અને ખાજા માટે પણ જાણીતુ છે. સુરતી લોકો સીઝન પ્રમાણે ચીજ વસ્તુઓ આરોગતા હોય છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે ખાજા પર લીંબુનો રસ નાંખીને ખાતા હોય છે. આ […]

સુરત ક્રાઈમ બ્રાંચનું દીલધડક ઓપરેશન, ચોરી, લૂંટફાટ કરતી ચીકલીગર ગેન્ગને પોલીસે ફિલ્મીઢબે પકડી,

સુરતઃ જિલ્લાના બારડોલી નજીક મંગળવારે ચીકલીગર ગેંગના ચાર કુખ્યાત આરોપીને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કર્યુ હતું.  પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને  ચીકલીગર ગેંગને ઝડપી લીધી હતી. આ ગેન્ગનો આતંક સુરત સહિત આખા ગુજરાતમાં હતો.  ગેંગના શખસો એટલા ખૂંખાર છે કે, પોલીસ પર પણ ગાડી ચડાવી દેતા અચકાતા નથી. આજના દિલધડક ઓપરેશનમાં પોલીસ રોડ પર […]

સુરતઃ મનપાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદે પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ

અમદાવાદઃ સુરતમાં પ્રજાહિતલક્ષી પ્રશ્નોને મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણકર્તાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો. મજુરા વિધાનસભા ક્ષેત્રના પ્રજાહિતલક્ષી પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા આશયથી સુરત સર્કિંટ હાઉસ […]

સુરતમાં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ મેળવવા માટે લાગતી લાઈનો, વાલી અને વિદ્યાર્થીઓ પરેશાન

સુરતઃ શહેરમાં  નોન-ક્રિમીલિયર સર્ટીફિકેટ મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. શહેરમાં જે પ્રકારે વસતીનું ભારણ વધ્યું છે તેની સામે વહીવટી તંત્ર દ્વારા જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા હજી પણ ઉભી થતી નથી. વર્ષોથી લોકોને જાતિના દાખલા કાઢવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. સોમવારે સવારે જૂની બહુમાળી ઓફિસ ખાતે આવેલી સમાજ કલ્યાણ […]

સુરતમાં શાળા પ્રવેશોત્સવ ટાણે જ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા બાખડી પડ્યાં

સુરતઃ શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ ચાલતી હોય છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવ ઊજવણી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને ઊઠાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના […]

5 યુવાનોએ 16 નિષ્ફળ પ્રયાસ બાદ 17માં પ્રયાસે ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ વિકસાવ્યું

અમદાવાદઃ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્રનો આવિષ્કાર કર્યો  છે. આ સ્ટાર્ટ અપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધ્યો છે. […]

સુરતમાં બન્યો દેશનો સૌથી પહેલો થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ, લોકોને ટ્રાફિકથી મળશે રાહત

રાજ્યનો પહેલો મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ  સી.આર.પાટીલનાં હસ્તે બ્રિજનું કરાયું લોકાર્પણ બ્રિજ શરૂ થતાં 15 લાખથી વધુ લોકોને થશે ફાયદો અમદાવાદ: સુરતમાં રાજ્યનો સૌપ્રથમ મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો છે. શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 133 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજ […]

સ્ટીલ મંત્રીએ સુરત ખાતે પ્રથમ 6 લેન હાઇવે રોડનું ઉદ્ઘાટન કર્યું,સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને બનાવેલ રોડ

અમદાવાદ: કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામ ચંદ્ર પ્રસાદ સિંહે બંદરને શહેર સાથે જોડવા માટે સુરત ખાતે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને બનાવેલા પ્રથમ 6 લેન હાઇવે રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.રસ્તાનું ઉદ્ઘાટન કરતી વખતે, મંત્રીએ તમામ કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરીને ચક્રીય અર્થતંત્ર અને સંસાધન કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી કે […]

સુરતના માંગરોડમાં ડુક્કરના શિકાર માટે ગોઠલેલો લસણિયો બોમ્બ ફાટ્યો, મહિલા અને બાળક ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે તારમાં કરંટ પાસ કરવા સહિતની ગેરકાયદે પ્રવૃતિ આચરે છે, દરમિયાન દક્ષિણ ગુજરાતના માંગરોળમાં લસણીયો બોમ્બ ફાટવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતા. આ દૂર્ઘટનામાં એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળના વડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code