1. Home
  2. Tag "surat"

સુરતમાં પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા અને ખાડીમાં પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસના ધરણાં

સુરતમાં ખાડીના પૂરને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, કોંગ્રસના કાર્યકરોએ ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યો, પોલીસે કાંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત સુરતઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂંસી ગયા હતા. ચોમાસા પહેલા વરસાદની સ્થિતિને પહોચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો પ્રિ-મોન્સુન […]

સુરતમાં રેલવે સ્ટેશન નજીક 50 વર્ષથી સરકારી જમીન પર કરાયેલા દબાણો હટાવાયા

જિલ્લા પંચાયતે દબાણ હટાવની કાર્યવાહી હાથ ધરી, 1960ના વર્ષમાં પેઢીઓને 7 વર્ષ માટે જમીન લીઝ પર આપવામાં આવી હતી સરકારી જમીન પર પેટ્રોલ પંપ અને ટ્રાવેલ્સની ઓફિસો બની ગઈ હતી સુરતઃ શહેરના રેલવે સ્ટેશન નજીકની જિલ્લા પંચાયતની માલિકીની જમીન પરના 50 વર્ષ જૂના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ડીડીઓ પણ હાજર રહ્યા […]

સુરત શહેરના કોટ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવમાં સામાજિક એખલાસના દ્રશ્યો સર્જાયા

મુસ્લિમ સમાજના વાલીઓએ બાળકીઓને કૂમકૂમ પગલાં પાડીને પ્રવેશ કરાવ્યો, પોતાની દીકરીઓના કૂમકૂમ પગલાં મુસ્લિમ સમાજના વાલીઓ સાચવીને રાખશે, મુસ્લિમ સમાજે શાળા પ્રવેશોત્સવને બિરદાવ્યો સુરતઃ શહેરમાં મ્યુનિ. હસ્તકની શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં કોટ વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ વખતે સામાજિક એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થિનીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં […]

સુરતમાં ભારે વરસાદ બાદ મ્યુનિ. કોર્પોરેશને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી

2000 જેટલા સફાઈ કામદારોએ 10 જેસીબી સાથે શરૂ કર્યું સફાઈ અભિયાન, રોગચાળો ન ફેલાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી, આરોગ્ય વિભાગ દ્વારા 9450 ફૂડ પેકેટ, 4620 પાણીની બોટલનું વિતરણ કરાયું સુરતઃ શહેરમાં સોમવારથી પડેલા ભારે વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારો જલબંબોળ બન્યા હતા. શહેરમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં પાણી […]

સુરતમાં 7 કલાકમાં 8થી વધુ ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સવારના 6 થી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 24 ઈંચ જેટલો વરસાદ પડ્યો, સુરતના માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, બારડોલી, ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ, બપોરની પાળીના શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રાજ્યમાં બપોર સુધીમાં 98 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં સવારના 6 વાગ્યાથી […]

સુરતમાં કેનાલ રોડ પર ખાનગી બસની અડફેટે રાહદારી યુવાનનું મોત

કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી યુવાને બસે અડફેટે લીધો, અકસ્માત બાદ ખાનગી બસનોચાલક બસ મુકીને નાસી ગયો, પૂણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનનો ભાગ લીધાનો બનાવ બન્યા છે. શહેરના કેનાલ રોડ પર રંગ અવધૂત […]

સુરતમાં વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

મ્યુનિ.કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી ખુલ્લી પડી ગઈ, ફુલપાડા વિસ્તારમાં પાણીના ભરાવાના કારણે લોકોની હાલત કફોડી, ઉત્રાણ અને અઠવા પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારથી જ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પર અસર પડી હતી. શહેરના અનેક […]

સુરતમાં સિટીબસ અને BRTSમાં ટિકિટચોરી કૌભાંડમાં એજન્સીના સુપરવાઈઝર સસ્પેન્ડ

ડ્રાઈવર-કંડકટર સપ્લાય કરનારી એજન્સીના સંચાલકો મ્યુનિ. બેઠકમાં ગેરહાજર રહ્યા, એજન્સી સામે અગાઉ પણ બેદરકારીની અનેક ફરિયાદો ઊઠી હતી, કંડકટર પાસેથી ટિકિટ ડિવાઈઝ મશીન બંધ હાલતમાં મળી આવ્યું હતું. સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં ખોટ ઘટાડવા અને ટીકીટ ચોરી કૌભાંડ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ બસ સેવા માટે ડ્રાઈવર કન્ડક્ટર […]

સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને નકલી પોલીસે 16.55 લાખ મત્તાની લૂંટ કરી

વરાછા વિસ્તારમાં બસમાંથી ઉતરતા આંગડિયા કર્મીને નકલી પોલીસનો ભેટો થયો, તારી બેગમાં ગાંજો છે, કહીને કારમાં બેસાડી અપહરણ કર્યું, આંગડિયા કર્મીને મારમારીને સોના-ચાંદી અને હીરાની 55 લાખ ભરેલી બેગ લૂંટી લીધી સુરતઃ શહેરમાં નકલી પોલીસની ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને મારમારીને 16.55 લાખ મત્તાની લૂંટનો બનાવ બન્યો છે. અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી સુરતમાં સોના, ચાંદી […]

સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનું કૌભાંડ પકડાયુ, ત્રણ શખસોની ધરપકડ

રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના સભ્યોનું કારસ્તાન, મોબાઈલ ચેટમાં બર્મા, પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગનો ઉલ્લેખ, ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા સુરતઃ શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો પડદાફાસ થયો છે. શહેર ક્રાઈમ બ્રાંચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ શખસોની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી ડેબીટ કાર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code