1. Home
  2. Tag "Surendranagar District"

કપાસના ભાવમાં ઘટાડો થતાં ઝાલાવાડના ખેડુતોએ બે લાખ ગાસડી કપાસ વેચવાનું માંડી વાળ્યું

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક ઉત્તમ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. સિંચાઈનો લાભ મળતો હોવા ઉપરાંત ઝાલાવાડની જમની અને આબોહવા કપાસના પાકને ખૂબ અનુકૂળ આવતી હોવાને કારણે ખેડૂતો સૌથી વધુ કપાસનું વાવેતર કરે છે. આ વખતે 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું હતું. જેમાં અંદાજે 5 લાખ ગાસડી કપાસનું ઉત્પાદન થયું હતું. પરંતુ પૂરતો ભાવ […]

ઝાલાવાડમાં 49304 હેકટરમાં રવિ સીઝનનું વાવેતર, જીરૂ અને વરિયાળીના વાવેતરમાં વધારો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા કેનાલને કારણે સિંચાઈનો લાભ મળતો હોવાથી જિલ્લાના ખેડુતો સમૃદ્ધ બની રહ્યા છે. ખરીફ પાકનું સારૂ ઉત્પાદન મેળવ્યા બાદ હવે ખેડુતો રવિ સીઝનની વાવણીમાં જોતરાયા છે, જિલ્લામાં 49304 હેટકરમાં રવિપાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જેમાં આ વખતે ચણાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે જીરૂ અને વરિયાળીના વાવેતરમાં વધારો થયો છે. સુરેન્દ્રનગર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 22મી નવેમ્બરથી પરિભ્રમણ કરશે

સુરેન્દ્રનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 22થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના તમામ ગામોમાં ફરીને લોકોને માહિતી આપશે. જેના […]

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના 191 બાળકોને હ્રદયરોગ અને 143ને કેન્સરની બિમારી

સુરેન્દ્રનગરઃ  રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં હાર્ટની બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. જેમાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન વર્ષ 2021માં 224, 2022માં 235 અને 2023માં સપ્ટે. અંત સુધીના 9 માસમાં 191 હ્રદયરોગના […]

સુરેન્દ્રનગર જિલ્લામાં બેઋતુનો અનુભવ, રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ઉનાળા જેવી ગરમી અને રાત્રએ ઠંડીનો ચમકારો અનુભાવાઈ રહ્યો છે. ત્યારે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. જિલ્લામાં હાલ ખરીફ સીઝન ચાલતી હોવાથી ખેડુતો ખેતી કામમાં પરોવાયેલા છે. બીજીબાજુ શહેરોથી લઈને ગામડાંઓમાં પણ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. બે ઋતુને કારણે વાયરલ બિનારીઓ […]

સુરેન્દ્રનગર જિલ્લાના 540 ગામોમાં હવે ક્યુઆર કોડથી ઓનલાઈન વેરો ભરી શકાશે

સુરેન્દ્રનગરઃ આજના મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં હવે શહેરો જ નહીં પણ ગામડાંના લોકો પણ નવી ટેકનોલોજી અપનાવતા થયા છે.  વીજળીથી લઈને ગ્રામ પંચાયતોના વેરોની બિલો લાઈનમાં ઊભા રહીને ભરવા જતા હતા, તે ભૂતકાળ બની ગયો છે. હવે ગામડાંના લોકો પણ પોતાના મોબાઈલ ફોનથી ઓનલાઈન ગુગલ કે ફોન પેથી બિલો ભરે છે. ત્યારે ગ્રામ પંચાયતો પણ […]

સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે વીજ બિલ ભરવાના પણ નાણા નથી

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોની આર્થિક હાલત એટલીબધી ડામાડોળ બની ગઈ છે. કે, કે વીજળી બિલ પણ ભરી શકવાના નાણા નથી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે છેલ્લા 6 માસથી  રૂ. 5,91,233 બાકી વીજબીલની રકમ નીકળે છે. જેના કારણે આવી પંચાયતો સામે પીજીવીસીએલએ નોટીસ સહિતની કાર્યવાહી પણ […]

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના 537 દુકાનદારો લડતના માર્ગે, સપ્ટેમ્બરનો પુરવઠો નહીં ઉપાડે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને કમીશન સહિત વિવિધ પ્રશ્ને પડતી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ આવ્યું નથી.તેથી સસ્તા અનાજની દુકાનદારો હવે લડાયક મૂડમાં છે. અને જો માગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય જિલ્લાના 537 દુકાનદારે જાહેર કરી દીધો છે. સપ્ટેમ્બરમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવે છે ત્યારે 10.43 […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ડેમ તળિયા ઝાટક, 3 ડેમમાં માત્ર 3થી 8 ટકા જેટલું જ પાણી

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કાળઝાળ ગરમીને લીધે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નર્મદાના પાણીને લીધે ભરાયેલો છે. જ્યારે બાકીના ડેમોમાં તળિયા દેખાવવા લાગ્યા છે. એટલે કે  18 ડેમોમાં માત્ર 18 ટકા જેટલા પાણીને સ્ટોક જ ઉપલબ્ધ છે. જેમાં 5 ડેમો તો તળિયાઝાટક છે. અને ત્રણ ડેમોમાં તો માત્ર 8 ટકા […]

સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,

સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત કૂલ 6 નગરપાલિકાઓ પર વીજતંત્ર યાને પીજીવીસીએલનું લાખો રૂપિયાનું કરજ ચડી ગયું છે.  પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં લાપરવાહી દાખવનારી નગરપાલિકાના સત્તાધિશો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પણ ગ્રાન્ટમાંથી બાકીવીજ બીલની રકમ કાપી લઈને સીધી પીજીવીસીએલમાં જમા કરાવવાની સુચના આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code