
- અમદાવાદ જિલ્લામાં પણ 7 ઘૂડસર નોંધાયા
- ખારાઘોડાના રણ વિસ્તારમાં ઘુડસરની વસતીમાં 14 ટકા ટકાનો વધારો
- કચ્છમાં ઘૂડસર વસતી 1993એ પહોંચી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખરાઘોડા અને પાટડીના રણ વિસ્તારમાં આવેલા ઘુડસર અભ્યારણ્યમાં ઘુડસરની વસતીમાં વધારો થઈ રહ્યો છે. અને ઘુડસરની વસતી વધીને 2705 પર પહોંચી છે. રણમાં ઘુડસરને નિહાળવા માટે હવે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. ગુજરાતમાં કુલ 7672 ઘુડખરમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 2705 અને અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછા માત્ર 7 ઘુડખર છે.
ગુજરાતમાં 7672 જેટલી ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14 ટકા ટકાનો વધારો થયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 2705 ઘુડખર વસવાટ કરે છે. જ્યારે 1993 ઘુડખર કચ્છ જિલ્લામાં, 1615 પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં તેમજ 07 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે.
ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ 1976માં 720 ઘુડખર, વર્ષ 1983માં 1989, વર્ષ 1990માં 2072, વર્ષ 1999માં 2839, વર્ષ 2014માં 4451, વર્ષ 2020માં 6082 ઘુડખર નોંધાયા હતા. જેમાં વર્ષ 2024માં ઉત્તરોત્તર વધારો થઈને ગુજરાતમાં છેલ્લી ગણતરી મુજબ 7672 જેટલા ઘુડખર નોંધાયા છે.
રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરૂનો પણ સમાવેશ થાય છે. 2023માં રાજ્યમાં વરૂ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરૂ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12-12 જામનગર અને મોરબીમાં તેમજ 09 કચ્છ જિલ્લામાં વરૂ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરૂનું અસ્તિત્વ નોંધાયું છે. દરમિયાન ગુજરાતના 4087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે.