1. Home
  2. Agency
  3. News
  4. ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા
ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા

ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા

0
Social Share

ગોધરા, 28 એપ્રિલ, 2026 –  ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં એક હિન્દુ મહિલા ઉમેદવારનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે કેટલાક પરિણામ આશ્ચર્યજનક હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં ગોધરા શહેરના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મહિલાએ વિજય પ્રાપ્ત કર્યો છે. આઝાદી પછી ગોધરા શહેરમાં વારંવાર કોમી રમખાણો થતા હતા અને આ રમખાણો વર્ષ 2002 સુધી સતત ચાલતા આવ્યા હતા. વોર્ડ નંબર 7 સંપૂર્ણ મુસ્લિમ વિસ્તાર છે, ત્યાં એક પણ મતદાર હિન્દુ નથી, તેમ છતાં આ વિસ્તારમાં એક સોની સમાજની હિન્દુ મહિલા અપેક્ષા સોનીએ ચૂંટણી જીતીને રેકોર્ડ બનાવ્યો છે. અપેક્ષા સોનીએ વોર્ડ નંબર 7 માંથી જીત હાસલ કરી છે.

જીત્યા બાદ શું બોલ્યા અપેક્ષા સોની?

અપેક્ષા સોનીનું માનવું છે કે ગોધરામાં ઘણીવાર રમખાણો થયા પરંતુ આ વખતે મુસ્લિમ સમાજે મારા પર ભરોસો મૂકીને મને ચૂંટણી જીતાડી હવે એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે એક પ્રશંસનીય કાર્ય છે. જે લોકોએ મને વોટ આપીને મારા પર વિશ્વાસ રાખ્યો છે, હું ચોક્કસપણે તેમના વિસ્તારોમાં જે પણ પ્રાથમિક સમસ્યાઓ હશે, તેમને પૂરી કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો સાંજે ખાનપુર પહોંચી જીતની ઉજવણી કરશે

નોંધનીય છે કે ગુજરાતમાં 15 નગર નિગમો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે રવિવારે મતદાન થયું હતું અને ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 10,000 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને 25,000 થી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ મશીનોમાં કેદ હતું, જેનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે.

બીજી તરફ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. દીન્દ્રોલ તાલુકા પંચાયત બેઠક પર AIMIM ના ઉમેદવારે કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવીને જીત મેળવી છે. જ્યારે સિદ્ધપુર પંથકમાં પ્રથમવાર AIMIM નું ખાતું ખુલ્યું છે અને અબ્બાસ અલીમદ અસામીને 1877 મતોથી દીન્દ્રોલ તાલુકા પંચાયત બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code