1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય, કોંગ્રેસના સુપડાં સાફ
ગુજરાતમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય, કોંગ્રેસના સુપડાં સાફ

ગુજરાતમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય, કોંગ્રેસના સુપડાં સાફ

0
Social Share

અમદાવાદ, 28 એપ્રિલ 2026: BJP wins 15 Maha nagarpalikas in Gujarat ગુજરાતમાં અમદાવાદ સહિત 15 મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો શારદાર વિજ્યી થયો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, વાપી, નવસારી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, નડિયાદ, પોરબંદર અને ગાંધીધામ મહાનગર પાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં કુલ 192 બેઠકોમાંથી 98 બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમાં  ભાજપે 92 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 6 બેઠકો પર જીત મેળવી છે. જેમાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. મત ગણતરી ચાલુ છે, ભાજપે બહુમતી મેળવી લીધી છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં કૂલ 52 બેઠકોમાંથી 23ના પરિણામોં જાહેર થયા છે. જેમાં ભાજપે 23 બેઠકો પર જીત મેળવી છે. હજુ મતગણતરી ચાલુ છે. મહેસાણા મહાનગર પાલિકામાં 52 બેઠકોમાંથી 52 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 47 બેઠકો પર વિજ્ય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી છે. સુરેન્દ્રનગરમાં 52 બેઠકોમાંથી 52ના પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપને 51 બેઠકો અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ 72 બેઠકોમાંથી 72ના પરિણામ જાહેર થયા છે. જેમાં 65 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી છે. જામનગરમાં 64 બેઠકોમાંથી 44 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં 40 બેઠકો પર ભાજપે વિજ્યી મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો પર જીત મળી છે. પોરબંદર મહાનગરપાલિકામાં કૂલ 52 બેઠકોમાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આણંદ નગરપાલિકામાં કૂલ 52 બેઠકોમાંથી 37 બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપને 32 અને કોંગ્રેસને 5 બેઠકો મળી છે. નડિયાદ મહાનગરપાલિકામાં કૂલ 52 બેઠકોમાં ભાજપે 51 બેઠકો કબજે કરી છે.

આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં કૂલ 76 બેઠકોમાં 56 બેઠકોના પરિણામો જાહેર થયા છે જેમાં 49 બેઠકો ભાજપે મેળવી છે, 6 બેઠક કોંગ્રેસને મળી છે. નવસારી મહાનગર પાલિકામાં 52 બેઠકોમાંથી ભાજપે 50 બેઠકો મેળવી છે, સુરત મહાનગરપાલિકામાં કૂલ 120 બેઠકોમાંથી 85ના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપે 80 બેઠકો મેળવી છે, 4 બેઠકો પર આપનો વિજ્ય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે. તથા મોરબી મહાપાલિકામાં ભાજપે તમામ બેઠકો પર વિજ્ય મેળવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code