1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત, પાટડી પાસે ટ્રકમાંથી LED TV ચોરાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો ન્યા હતા. જેમાં સાયલા-ચોટિલા હાઈવે પર ઈકો કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણિયા ગામ નજીક ઊભેલા ટેન્કર પાછળ આઈસર ટ્રક અથડાતા બન્ને ડ્રાઈવરોને ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રીજા બનાવમાં પાટડીના માલવણના હાઈવે પર ચાલુ ટ્રકમાંથી 1.27 લાખ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 2 બનાવોમાં બેનાં મોત, ધ્રાંગધ્રા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતો સર્જાયા હતા,  પ્રથમ અકસ્માત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર દુદાપુર ગામ પાસે કારચાલકે પૂર ઝડપે આવીને બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇકચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ દસાડા નજીક વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રિક્ષાને અડફેટે લેતાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 2906 હેકટરનો થયો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ વખતે જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાંખતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું વાવેતરમાં 2906 હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તલ, શાકભાજી, […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો પાણીની ચોરી કરશે તો પાસા થશે, સરકાર સામે ખેડુતોમાં રોષ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ઘણા ખેડુતોને નર્મદા કેનાલને લીધે સિંચાઈનો લાભ મળ્યો છે. જ્યારે ઘણા ખેડુતોને સિચાઈનો લાભ મળતો નથી. તેથી કેટલાક ખેડુતો પોતાના પાકને બચાવવા માટે પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરતા હોય છે. જો કે પાણીની ચારી રોકવા માટે વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે […]

સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ લીંબડી ખાતે યોજાશે, કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો પ્રજાકસત્તાક પર્વ આ વખતે લીમડી ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઊજવણીની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે લીંબડી ખાતે યોજાશે. […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરો સામે તંત્રની લાલ આંખ, ખનીજચોરોએ ખોદેલાં ખાડાં પુરવા ઝુંબેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્ર દ્વારા લાલ આંખ કરવા છતાયે ખનીજ માફિયા કોઈને ય ગાંઠતા નથી. ત્યારે જિલ્લા કલેકટરની સુચના બાદ ખનીજચોરી અટકાવવા નવો જ કીમીયો અજમાવવામાં આવી રહ્યો છે. ખનીજ માફિયાઓ દ્વારા જમીનમાં ખોદકામ કરીને ઊંડા ખાડાઓ કરી દેવાયા છે. અને ત્યાથી ફરીવાર ખોદકામ કરીને ખનીજની ચોરી ન કરે તે માટે જેસીબી અને બુલ ડોઝરની મદદથી […]

કપાસના ભાવમાં ઘટાડો થતાં ઝાલાવાડના ખેડુતોએ બે લાખ ગાસડી કપાસ વેચવાનું માંડી વાળ્યું

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક ઉત્તમ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. સિંચાઈનો લાભ મળતો હોવા ઉપરાંત ઝાલાવાડની જમની અને આબોહવા કપાસના પાકને ખૂબ અનુકૂળ આવતી હોવાને કારણે ખેડૂતો સૌથી વધુ કપાસનું વાવેતર કરે છે. આ વખતે 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું હતું. જેમાં અંદાજે 5 લાખ ગાસડી કપાસનું ઉત્પાદન થયું હતું. પરંતુ પૂરતો ભાવ […]

ઝાલાવાડમાં 49304 હેકટરમાં રવિ સીઝનનું વાવેતર, જીરૂ અને વરિયાળીના વાવેતરમાં વધારો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા કેનાલને કારણે સિંચાઈનો લાભ મળતો હોવાથી જિલ્લાના ખેડુતો સમૃદ્ધ બની રહ્યા છે. ખરીફ પાકનું સારૂ ઉત્પાદન મેળવ્યા બાદ હવે ખેડુતો રવિ સીઝનની વાવણીમાં જોતરાયા છે, જિલ્લામાં 49304 હેટકરમાં રવિપાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જેમાં આ વખતે ચણાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે જીરૂ અને વરિયાળીના વાવેતરમાં વધારો થયો છે. સુરેન્દ્રનગર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 22મી નવેમ્બરથી પરિભ્રમણ કરશે

સુરેન્દ્રનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 22થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના તમામ ગામોમાં ફરીને લોકોને માહિતી આપશે. જેના […]

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના 191 બાળકોને હ્રદયરોગ અને 143ને કેન્સરની બિમારી

સુરેન્દ્રનગરઃ  રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં હાર્ટની બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. જેમાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન વર્ષ 2021માં 224, 2022માં 235 અને 2023માં સપ્ટે. અંત સુધીના 9 માસમાં 191 હ્રદયરોગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code