1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણી છોડાયું

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો સૌથી મોટા ગણાતો ભાદર નદી પરનો ધોળીધજા ડેમને ભર ઉનાળે નર્મદા કેનાલ દ્વારા છલોછલ ભરી દેવામાં આવ્યો છે. આ ડેમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે  છે. ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના એન્જિનિયરે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર- કચ્છમાં ઉનાળા […]

સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું ઉત્પાદન મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષે જિલ્લામાં કપાસની અંદાજે 7થી 8 લાખ ગાંસડી એટલે કે 1 ગાંસડીમાં 25 મણ કપાસ ગણતાં 20 કરોડથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસના ભાવ ઓછા આવવાને કારણે ખેડૂતોએ અડધો કપાસ જ વેચ્યો છે એટલે કે આવતા વર્ષે સારા ભાવની આશાએ ઘણાબધા ખેડુતોએ કપાસનો […]

સુરેન્દ્રનગરમાં 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ચાર લૂંટારુઓની ધરપકડ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક તાજેતરમાં થયેલી 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખીને ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ લૂંટના કેસમાં મધ્યપ્રદેશની કંજર ગેગના […]

સુરેન્દ્રનગરના 31 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, જિલ્લા કલેકટરને રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળાના આગમન પહેલા જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આમ તો જિલ્લાના મોટાભાગના ગામડાંમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે,પણ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જિલ્લાના ત્રણ તાલુકાના મુળી, ધ્રાંગધ્રા, અને વઢવાણ તાલુકાના 31 ગામોમાં પાણીની સમસ્યાને લઇ પરેશાની થઇ રહી છે. આથી ગ્રામજનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા […]

સુરેન્દ્રનગરમાં રાત્રે કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં સુતેલા સાત લોકોને સેલ્ટરહોમ મોકલાયાં

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડીને લીધે જનજીવનને અસર પડી રહી છે. કડકડતી ઠંડીમાં રોડના ફુટપાથ પર રહેતા ગરીબ પરિવારોની હાલત દયનીય બની છે. ત્યારે નગરપાલિકાની રૈન બસેરા ટીમ દ્વારા ખૂલ્લામાં પરિવારોને સેલ્ટરહોમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાત્રી દરમિયાન  શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખૂલ્લામાં કડકડતી ઠંડીમાં કાંપી રહેલા સાત વ્યક્તિઓને શોધી કાઢીને […]

સુરેન્દ્રનગરમાં 23મી જાન્યુઆરીથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે હવે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે અને જિલ્લાની સ્થિતિનો તાગ મેળવી શકાય તે માટે ભાજપે ગ્રામીણ કક્ષાએ જિલ્લામાં પ્રદેશની કારોબારીની બેઠક યોજવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આગામી 23 અને 24 જાન્યુઆરીના બે દિવસ સુધી […]

સુરેન્દ્રનગરઃ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરાના અધ્યક્ષસ્થાને દિશા મોનીટરિંગ સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદઃ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ માર્ગદર્શન-સુચના આપ્યા હતા. બેઠકમાં […]

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા સહિત 6 નગરપાલિકાના વીજ બીલના કરોડો રૂપિયા બાકી

સુરેન્દ્રનગરઃ જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે. અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. જેમાં સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી નગરપાલિકાઓનાં વોટરવર્કસ અને સ્ટ્રીટલાઈટ વીજ કનેક્શનોને લગતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.નાં રૂા. 114 કરોડ 30 લાખ બાકી બિલ પેટે લેણા નીકળે છે. પોતાનાં પાણીવેરા, હાઉસટેક્ષ, જેવા વિવિધ કરવેરા માટે કડક ઉઘરાણી કરતી નગરપાલિકાઓ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની તંગી, કૃષિ વિભાગ કહે છે, ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રવિપાકની સીઝનમાં જ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક બાજુ કૃષિમંત્રી રાજ્યમાં યુરિયા ખાતરની કોઈ તંગી નથી અને પુરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગુજકોમાસોલના ડેપો પર ખાતર માટે ખેડુતોની લાઈનો જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર  જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ […]

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂગર્ભ જળમાં ટીડીએસના વધતા જતા પ્રમાણથી પથરી, કિડનીના કેસ વધ્યાં

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં મોટાભાગના ગામોને નર્મદાનું પીવા આપવામાં આવે છે. તે ઘણાબધા ગામોને પીવાના પાણી માટે નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી. તેથી ગ્રામજનોને કૂવા-બોરનું પાણીનો પીવા માટે ઉપયોગ કરવો પડે છે. જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. અને આ જળમાં ટીડીએસનું પ્રમાણ સવિશેષ હોવાથી ગામડાના લોકોમાં પથરી અને કિડનીના રોગમાં વધારો જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code