1. Home
  2. Tag "system"

સુરત: હીરાના કારખાનાના 150 કામદારો પાણી પીધા પછી બીમાર પડતા તંત્ર દોડતું થયું

સુરતઃ ગુજરાતના સુરત શહેરમાં આવેલી એક હીરાની ફેક્ટરીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે ત્યાં કામ કરતા 150 થી વધુ કામદારો અચાનક બીમાર પડી ગયા. આ ઘટના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અનભા જેમ્સ નામના હીરાના કારખાનામાં બની હતી, જ્યાં કારીગરો રાબેતા મુજબ હીરા કાપી રહ્યા હતા. પોલીસ અને ફેક્ટરી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, કેટલાક કામદારોએ ફેક્ટરીમાં […]

જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ જયપુરથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. સાવચેતીના પગલા તરીકે, સોમવારે રાત્રે 8:43 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ રાત્રે 8:50 વાગ્યે લેન્ડ થઈ હતી. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ કામગીરી પર […]

અમરેલીઃ વાંઢ ગામ ખાતે કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી, તંત્ર દોડતું થયું

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના વાંઢ ગામ ખાતે આગ લાગી છે. કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી છે. અચાનક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આગનું સ્વરૂપ વધુ વિકરાળ જોવા મળતા અમરેલીના ગયા વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાથી ફાયર વિભાગ જાફરાબાદના વાંઢ જવા રવાના થયું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ […]

જામનગરમાં કોંગો ફિવરની એન્ટ્રી, એક વ્યક્તિનું મોત થતા તંત્ર દોડતું થયું

ગાંધીનગરઃ જામનગરમાં અઠવાડિયા અગાઉ એક દર્દી સરકારી જી.જી. હોસ્પિટલમાં કોઈ બીમારીની સારવાર અર્થે દાખલ થયા હતાં. આ દર્દીનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેનું મૃત્યુ નિપજતા આરોગ્ય ભાગની ટીમે તાકીદે દર્દી જે વિસ્તારના રહેવાસી હતા તે પંચેશ્વર ટાવર આસપાસના રહેણાક વિસ્તારમાં ઘરે ઘરે ફરીને તપાસ હાથ ધરી તથા સર્વેની કામગીરી કરી હતી. જામનગરમાં ફરી […]

મહાકુંભઃ પ્રયાગરાજમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને તંત્રએ ઉભુ કર્યું ગાઢ જંગલ

પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરના ઘણા ભાગોમાં ગાઢ જંગલો ઉગાડી રહ્યું છે. કોર્પોરેશને છેલ્લા બે વર્ષમાં શહેરમાં 55,800 ચોરસ મીટરના વિસ્તારમાં 10 થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું છે. નૈની ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 63 પ્રજાતિઓના લગભગ 1.2 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે શહેરના સૌથી […]

અમદાવાદઃ રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ

શહેરના વિવિધ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં લોકોના ઘર અને વ્યવસાયના સ્થળોમાં ઘુસ્યાં વરસાદી પાણી અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલ ભારે વરસાદમાં શહેરના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો, તેમજ ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશીયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બનેલ છે. તથા નિચાણવાળા […]

ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયો-ક્યાત વેપાર તંત્રની શરૂઆત

નવી દિલ્હીઃ ભારત અન્ય દેશો સાથે પોતાનો વેપાર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્રમમાં ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયા-ક્યાત વેપાર વ્યવસ્થા શરૂ થઈ છે. ભારતે રૂપિયા-ક્યાટ વેપાર કરાર હેઠળ પ્રથમ વખત મ્યાનમારમાં રૂ. 1 કરોડથી વધુની કિંમતની કઠોળની નિકાસ કરી છે. આ પગલાંથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વેગ મળશે અને સ્થાનિક […]

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

સૌપ્રથમ: દેશભરના અદાણી પોર્ટસ પર ‘ 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ’ સિસ્ટમનો અમલ

ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે બિઝનેસ એક્સેલેન્સમાં કાર્યદક્ષતા માટે 5S પદ્ધતિ લાગુ કરી છે. ભારત સરકાર હેઠળની નેશનલ પ્રોડક્ટીવીટી કાઉન્સીલ તરફથી કંપનીને 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સાથે જ અદાણી પોર્ટસ 5S પદ્ધતિ લાગુ કરનાર દેશભરમાં સૌપ્રથમ પોર્ટ બની ગયું છે.  તાજેતરમાં અદાણી પોર્ટ્સના સીઈઓ […]

વડોદરાઃ ગટરમાં ગુંગળામણથી 3 શ્રમિકોના મોતની ઘટનામાં ખાનગી પાર્ટી પ્લોટના માલિક સામે તંત્રનું આકરુ વલણ

અમદાવાદઃ વડોદરામાં ગટર સાફ કરતા મૃત્યુ પામેલા સફાઇકર્મીઓના વારસદારોને તેના હક્કના પૈસા આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા પ્રશાસનની કાર્યવાહી અહીંના એક ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ મૃત્યુ પામેલા ત્રણ સફાઇકર્મીના વારસદારોને મળવાપાત્ર કુલ રૂ. 30 લાખ આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલ્કત ઉપર બોજો નાખવાનું શસ્ત્ર ઉગામ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code