1. Home
  2. Tag "Taja Samachar"

સુરતમાં પૂરફાટ ઝડપે અજાણ્યા બાઈકની અડફેટે મ્યુનિના કર્મચારીનું મોત

સુરત, 30 માર્ચ 2026: Pedestrian dies after being hit by unknown bike  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ગત રાત્રે ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં અજાણ્યા બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો. અકસ્માત સર્જ્યા […]

અમદાવાદમાં કાળુપુર ક્રોસ રોડથી રેલવે સ્ટેશન સુધી 20 ફુટ કપાત કરીને રોડ પહોળો કરાશે

અમદાવાદ, 30 માર્ચ 2026: Road will be widened from Kalupur Cross Road to Railway Station શહેરમાં વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં કાળુપુર રેલવે સ્ટેશન પહોંચવા ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશન તેમજ પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર […]

ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ, 29 માર્ચ 2026: GUJCET exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષા આજે એક જ દિવસમાં અલગ અલગ સમયે ત્રણ પેપર લેવાયા હતા.  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા […]

અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લાકાર્પણ

અમદાવાદ, 29 માર્ચ 2026: CM inaugurated overbridge at Sattadhar intersection  શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકટ બનેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. આ બ્રિજ કાર્યરત થતા જ નારણપુરા, ઘાટલોડિયા અને સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોમાં ટ્રાફિકથી રાહત મળશે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર, 29 માર્ચ 2026:  PM Narendra Modi to inaugurate semiconductor OSAT plant  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તા. 31 માર્ચ 2026ના રોજ  સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી.  ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ […]

ધોરાજી નજીક લકઝરી બસે પલટી ખાતા 22 પ્રવાસીઓ ઘવાયા, 6 ગંભીર

રાજકોટ, 29 માર્ચ 2026: luxury bus overturns  જિલ્લાના ધોરાજી નજીક હાઈવે પર ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી જતાં બસમાં સવાર 25 પૈકી 19 પ્રવાસીઓનેનાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 6  પ્રવાસીઓને ગંભીર રીતે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની વિગત એવી […]

ઊનાના નેસડા ગામે જમીન માટે ભાઈઓને બહેનની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા

ઊના, 29 માર્ચ 2026: Brothers killed sister over land  ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નેસડા ગામે માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે પિતરાઈ ભાઈએ પોતાની જ બહેનને પ્રેમલગ્નની લાલચ આપી મનઘડત કાવતરું રચી કરપીણ હત્યા કરાતા આ વિસ્તારમાં આ બનાવથી ચકચાર મચી ગઈ છે. પોલીસે 7 દિવસની સઘન તપાસ બાદ આ રહસ્યમય ઘટના […]

M S યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

વડોદરા, 29 માર્ચ 2026:  એમએસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલને લીધે ગયા વર્ષે સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશમાં અગ્રતા ન અપાતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરાયું હતું. તેથી આ વર્ષે પ્રથમ વર્ષ બીકોમમાં સ્થાનિક વિદ્યાર્થીને અગ્રતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં આ વર્ષથી 95 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે તેવી સ્પષ્ટતા પ્રવેશ […]

નસવાડીના ડુંગરાળ જંગલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

છોટાઉદેપુર, 29 માર્ચ 2026: A fierce fire broke out in the hilly forest  જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામના ડુંગરાળ જંગલ વિસ્તારમાં શુક્રવારની રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જંગલના ત્રણથી ચાર અલગ-અલગ સ્થળોએ લાગેલી આગને કારણે વન સંપદાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ ‘જનરેટર એર ગન’ […]

થાનમાં સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં પ્રતિકિલો 46.06નો વધારો કરાતા મુશ્કેલી

સુરેન્દ્રનગર, 29 માર્ચ 2026: Trouble as gas price hiked  ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ભારતમાં ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં કાપ મુકાયા બાદ ભાવમાં તોતિંગ વધારો કરાતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.11.06 કરોડનો બોજો આવશે. પહેલા જે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code