1. Home
  2. Tag "Taja Samachar"

માવઠાને લીધે ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતોએ ઊભો પાક નાશ કર્યો

ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો, ઘોઘાના કુકડ ગામના ખેડૂતે 7 વિધા ડુંગળીના ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું, એક બાજુ પુરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ડુંગળીના પાકમાં રોગચાળાથી ઉત્પાદનને અસર ભાવનગરઃ ગોહિલવાડમાં મહુવા અને તળાજા સહિત તાલુકાઓમાં ડુંગળીનો મબલખ પાક થયા છે. પણ આ વખતે માવઠાને કારણે ડુંગળીના પાકને […]

રાજકોટમાં રેશનિંગના પુરવઠાની વિલંબથી ફાળવણીને લીધે વિતરણ વ્યવસ્થાને અસર પડી

રેશનિંગ દૂકાનદારોની હડતાળ બાદ પુરવઠાની ફાળવણી વિલંબથી કરાઈ, રેશનિંગધારકોને અનાજ ન મળતા અસંતોષ, રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા રાશનનો જથ્થો પહોંચ્યો નથી રાજકોટઃ શહેર અને જિલ્લામાં રેશનિગનો પુરવઠાની ફાળવણીમાં થયેલા વિલંબને કારણે રેશનિંગની દૂકાનોમાં સ્ટોક ન હોવાથી કાર્ડધારકોને અનાજ સહિતની ચિજ-વસ્તુઓનું વિતરણ થઈ શક્યુ નથી. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી UG સેમેસ્ટર-5 અને PG સેમેસ્ટર -3ની પરીક્ષા લેવાશે

115 કેન્દ્રો પરથી સ્નાતક સેમેસ્ટર-5ની પરીક્ષાઓ લેવાશે, અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષા 50 હજીરથી વધુ વિદ્યાર્થીઓ આપશે, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 89 ઓબ્ઝર્વર ફરજ બજાવશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11મી નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. સ્નાતકના સેમેસ્ટર 5ની પરીક્ષા 115 કેન્દ્રો પરથી લેવાશે, જ્યારે અનુસ્નાતક સેમેસ્ટર-3ના 50,228 […]

જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, ઇવાતે પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી

જાપાનમાં ફરી એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. સાંજે જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇવાતે પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની મીડિયા અનુસાર,  દરિયાકાંઠે 6.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇવાતેમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઇવાતે પ્રીફેક્ચરના ઓફુનાટો શહેરમાં 2,825 દરિયાકાંઠાના ઘરો માટે સ્થળાંતરનો […]

જૂનાગઢના ગિરનારમાં રિલ બનાવવા 6 યુવાનોએ પગથિયા ચડવાને બદલે જોખમી ટ્રેકિંગ કર્યુ

ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડીને રિલ બનાવી, વન વિભાગે યુવાનોને 10 હજારનો દંડ ફટકાર્યો, થોડા દિવસ પહેલા જ એક યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો, જૂનાગઢઃ યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ મુકવાનો ક્રેઝ વધતો જાય છે. અને યુવાનો ક્યારેક રિલ મુકવાના મોહમાં જોખમી હરકતો કરી દેતા હોય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ […]

વડોદરા એમ એસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સામારોહ યોજાયો

M S યુનિમા 74માં પદવીદાન સમારોહમાં 354 વિદ્યાર્થીઓને સૂવર્ણપદકો અપાયા, જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે, રાજ્યપાલ શિક્ષણનો વ્યાપ વધે જેથી વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે: શિક્ષણ મંત્રી  વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના […]

ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદીઓને કેમિકલથી હુમલો કરવાનો પ્લાન હતો

આતંકીઓએ હુમલા માટે રાઈઝિન નામનું ઝેર બનાવ્યુ હતું, રાજસ્થાનથી હથિયારો મેળવીને કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, ત્રણેય આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 40 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું  અમદાવાદઃ ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ આતંકીવાદીઓને  ઝડપી પાડ્યા છે. આતંકીઓ કોઈ હુમલો કરે તે પહેલા એટીએસએ દબોચી […]

સેમિકન્ડક્ટર મિશનને વિસ્તૃત કરવાના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે બેઠક

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ઇન્ટેલના મુખ્ય કાર્યકારી અધિકારી લિપ-બૂ ટેન સાથે મુલાકાત કરી, જેથી સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ઇન્ડિયા એઆઇ મિશનને અનુરૂપ ભારતમાં સેમિકન્ડક્ટર અને એઆઇ કામગીરીને વિસ્તૃત કરવાની ઇન્ટેલની યોજનાઓ અંગે ચર્ચા કરી શકાય. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2021 માં ફેબ્રિકેશન, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે 76 હજાર કરોડ […]

આસામના ધોધમાં ત્રણ વિદ્યાર્થીઓ તણાયા, એકનો મૃતદેહ મળ્યો, બે હજી પણ ગુમ

નવી દિલ્હી: આસામમાં આઇટીના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ ઘણા સમયથી ગુમ હતા. એવી આશંકા હતી કે તેઓ ધોધમાં પડી ગયા હશે. એક વિદ્યાર્થીનો મૃતદેહ હવે મળી આવ્યો છે, પરંતુ બે અન્ય હજુ પણ ગુમ છે. મૃતકની ઓળખ 20 વર્ષીય સર્વકૃતિકા તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશની રહેવાસી છે. સર્વકૃતિકા આસામના સિલચરમાં આવેલી NIT કોલેજમાં પ્રથમ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી નિમિત્તે આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પીએમ પાક વીમા યોજના હેઠળ અઠ્ઠાવીસ હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 62 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code