1. Home
  2. Tag "TEACHERS"

નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે

ગાંધીનગર.21 જાન્યુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકો માટે ટેટ (Teacher Eligibility Test) સંબંધે સ્પષ્ટ નિર્ણય લીધો છે. જે શિક્ષકોને નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે નિવૃતિ વય નજીક પહોંચેલા શિક્ષકોને રાહત થશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના […]

બાળકો પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ

રાજ્યની તમામ સરકારી બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ના ૧૨ લાખથી વધુ વિધાર્થીઓ ‘જાદુઈ પીટારા’ થકી મેળવશે આનંદદાયી શિક્ષણ ‘જાદુઈ પીટારા’ થકી બાળકોને રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ પેડાગોજી શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026 – activity-based education આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર […]

પરીક્ષા પે ચર્ચાએ ૩ કરોડથી વધુ નોંધણીઓ સાથે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ પરીક્ષા પે ચર્ચા (PPC) માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર થઈ ગયો છે. પરીક્ષા પે ચર્ચા (PPC) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ, માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી […]

ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે પગાર અને ઈજાફા અટકાવવા સુધીનાં પગલાં લેવાશે

તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો પરિપત્ર ગેરરીતિ બદલ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાશે અમદાવાદ: રાજ્યના શિક્ષણ વિભાગે હવે ખોટા CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચ પગાર ધોરણ અને અન્ય આર્થિક લાભ મેળવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક અત્યંત મહત્ત્વપૂર્ણ પરિપત્ર મોકલી […]

અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકો પર PM-FCT પ્રોજેક્ટ માટે ડેટા મેપિંગનું નવું કાર્યભારણ

શિક્ષકો સરની કામગીરીમાં રોકાયેલા છે. ત્યાં નવી જવાબદારી સોંપાતા અસંતોષ, પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ માટે વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ કરવું પડશે, 20મી ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ સામે શિક્ષકોમાં કચવાટ ગાંધીનગર: શિક્ષકો પર શિક્ષણ ઉપરાંત કામનું ભારણ વધી રહ્યુ છે. શિક્ષકોને બાળકોને ભણાવવા કરતા અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગર […]

પશ્ચિમ બંગાળના 32,000 શિક્ષકો માટે સારા સમાચાર, હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 32,000 પ્રાથમિક શિક્ષકોને નોંધપાત્ર રાહત આપી છે. હાઈકોર્ટે 2023ના શિક્ષક ભરતીના નિર્ણયને રદ કર્યો અને તેમની નિમણૂકો પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો. કોલકાતા હાઈકોર્ટની જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ ઋતબ્રત કુમાર મિત્રાની બે જજોની બેન્ચે 32,000 પ્રાથમિક શિક્ષકોની નિમણૂકો રદ કરવાનો નિર્દેશ આપતી સિંગલ બેન્ચના આદેશને રદ કર્યો છે. નિમણૂક […]

રાજકોટ જિલ્લામાં 4850 શિક્ષકોને BLO અને ફ્લડ સહિતની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ

બુથ લેવલ ઓફિસરના 80 ટકા ઓર્ડર શિક્ષકોને આપવામાં આવે છે, 1517 બૂથમાં 1139 બુથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકો હોય છે, હવે તો લેન્ડ ગ્રેબિંગ, મારામારી સહિતના બનાવોમાં શિક્ષકોને પંચ તરીકે બોલાવવામાં આવે છે રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કામગીરી કરાવવામાં આવતી હોય છે. તેના લીધે શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકતા નથી. શિક્ષકો […]

સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત

ઓર્ડરને 6 માસ થવા છતાં લાભ આપવામાં શિક્ષણ વિભાગની ઢીલી નીતિ, નાણા વિભાગે ક્ષતિઓ કાઢી પણ ટેકનિકલ શિક્ષણ વિભાગ ખૂલાસો ન કર્યો, પોલિટેકનિક અધ્યાપક મંડળની રજૂઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી અમદાવાદઃ રાજ્યના સરકારી કોલેજોના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત છે. છેલ્લા 6 માસથી સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને મળવા પાત્ર ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે […]

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોનું જુની પેન્શન યોજના ચાલુ કરવા પોસ્ટકાર્ડ અભિયાન

રાજ્ય સરકારે જાહેરાત કરી છતાં હજુ અમલ શરૂ કરાયો નથી શિક્ષકો હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે અગાઉ પણ રજુઆત કરી છતાંયે જુની પેન્શન યોજનાનો અમલ કરાતો નથી અમદાવાદ: ગુજરાત સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હોવા છતાંયે એનો હજુ અમલ કરાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના શિક્ષકોએ વહેલી તકે જુની પેન્શન […]

ગુજરાતઃ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન નહીં લઈ શકે, શિક્ષકો ક્લાસરૂમમાં નહીં કરેશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક કરી હતી. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code