1. Home
  2. Tag "TEACHERS"

રાજકોટમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ

રાજકોટઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત તમામ શિક્ષકોને એક વર્ષમાં 50 કલાકની તાલીમ ફરજિયાત કરાઈ છે. જેને લઈ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત અલગ-અલગ શાળાઓનાં 1000 શિક્ષકો માટે નિરંતર તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં ખાનગી […]

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકો પર વધતું કામનું ભારણ

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો સહિત  બિનશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે અધ્યાપકો અને કોલેજ કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. ઈજનેરી  કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2માં બઢતીનો લાભ અપાયો નથી. ઉપરાંત કોલેજોના અધ્યાપકોની બદલી, અધ્યાપકોની વિવિધ કોલેજોમાં આપેલી એડહોક સેવાને સળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોનો […]

શિક્ષકોની બદલીઓના નિયમો ઘડવા માટે 15 સભ્યોની કમિટીની બેઠક 1લી માર્ચે મળશે

ગાંધીનગરઃ ગુજરાતના પ્રાથમિક  શિક્ષકો માટે બદલીના નિયમો બદલાય તેવી શક્યતા છે.  શિક્ષકોની બદલી અને ભરતીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે  શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. આગામી તા. 1 લી માર્ચેના રોજ કમિટીની બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે […]

ધો. 3 થી 12ના શિક્ષકોને તમામ પરીક્ષાનું ડેટા એન્ટ્રીનું કામ સોંપાતા શિક્ષણ કાર્યને પડી અસર

અમદાવાદઃ  રાજ્યમાં ધોરણ 3 થી 12 માં તમામ કસોટીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની શિક્ષકોને ફરજ પાડતા વિરોધ ઊઠ્યો છે. શિક્ષકો ડેટા એન્ટ્રીના કામમાં જોતરાતા  વર્ગખંડ માટે  સમય ફાળવી શકતા નથી. શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીઓને મળી આ અંગે રજૂઆત કરાયા બાદ રાજ્યના તમામ શિક્ષકો પ્રબુદ્ધ નાગરિકો શિક્ષણવિદોના અભિપ્રાય મેળવવા એક લિંક શેર કરવામાં આવી છે. […]

ગુજરાતમાં શિક્ષકોનો બદલી કેમ્પ સ્થગિત કરાતા હવે 2600 શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે

ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ શિક્ષકોની આંતરિત જિલ્લા બદલી માટેની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. આ કામગીરી સ્થગિત કરવામાં આવતાં શિક્ષકોની નવી ભરતી પ્રક્રિયામાં પણ વિલંબ થશે. કારણ કે, શિક્ષકોની આંતરિક ટ્રાન્સફર કર્યા બાદ બાકી રહેલી જગ્યાઓ પર નવા શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં ધો.1થી […]

શિક્ષકો માટેના ઓનલાઈન બદલી કેમ્પની તારીખમાં ફેરફાર, હવે 25મી નવેમ્બરથી કેમ્પ યોજાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ શિક્ષકોની જિલ્લાફેર બદલીઓ માટેના બદલી માટેના કેમ્પ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવીને બદલી કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ   સર્વર ધીમું ચાલતું હોવાથી ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી માટે અરજી કરવામાં શિક્ષકોને બદલી મુશ્કેલી ઊભી થઈ હતી. જેને લીધે  મુદત લંબાવવામાં આવી હતી. હવે ઓનલાઇન જિલ્લા આંતરિક […]

ચૂંટણીમાં બુથ લેવલની જવાબદારી સંભાળનારા શિક્ષકો વેકેશન દરમિયાન હેડ ક્વાટર્સ નહીં છોડી શકે

ગાંધીનગરઃ રાજ્યની સ્કૂલ અને કોલેજોમાં ગુરૂવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા માટે જવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. 9મી નવેમ્બર સુધી વેકેશન હોવાથી વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ વેકેશનની રજાનો ઉપયોગ કરશે. ત્યારે જે શિક્ષકોને ચૂંટણીમાં બૂથ લેવલ ઓફીસરની જવાબદારી સોંપવામાં આવી છે તેઓને દિવાળી વેકેશન દરમિયાન હેડકવાર્ટર […]

ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોની ચાલતી લડત, છતાં કોઈ ઉકેલ નહીં

અમદાવાદઃ  ગુજરાતમાં સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. અને ગાંધીનગરમાં તો જાણે આંદોલનની મોસમ ખીલી ઊઠી હોય તેમ વિવિધ કર્મચારી સંગઠનો,પૂર્વ સૈનિકો,  ખેડુતો વગેરે સમયાંતરે ઘરણા, પ્રદર્શન અને દેખાવો કરી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રીઓની કમિટી બનાવી છે. અને કર્મચારીઓના ગણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ […]

ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકોએ પ્રશ્નોના ઉકેલ માટે કાળા કપડાં પહેરી એન્જિનિયર્સ ડે ઉજવ્યો

અમદાવાદઃ રાજ્યમાં આજકાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 31 પોલિટેકનિકના આશરે ચાર હજારથી વધુ અધ્યાપકો દ્વારા શરૂ થયેલા આંદોલનમાં એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી અનોખી રીતે ઉજવણી કરી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code