1. Home
  2. Tag "TMC"

મમતા બેનરજીએ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવા માગતા ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

કોલકાતા, 4 ડિસેમ્બર, 2025ઃ Mamata Banerjee suspends MLA from party મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) પક્ષના ધારાસભ્ય હુમાયુ કબીરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. હુમાયુ કબીરે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બાંધશે. કબીરે ગયા મહિને મુર્શિદાબાદના બેલદંગા ખાતે બાબરી મસ્જિદની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત કરીને શિલાન્યાસ […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, TMC બાદ અખિલેશ યાદવની પાર્ટીએ કોંગ્રેસથી અંતર બનાવ્યું

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર 2024થી શરૂ થયું હતું, ત્યારબાદ હંગામો ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર ધ્યાન અદાણી મુદ્દા પર છે ત્યારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદમાં કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. વર્તમાન પરિસ્થિતિને જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી ચાલી […]

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, સંસદમાં વિપક્ષના હંગામાથી TMC રહ્યું દૂર

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસ વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા સંબલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષના સાંસદોએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈન્ડી ગઠબંધનમાં ભાગલા પડી ગયા હોય તેમ વિપક્ષના આ વિરોધમાં ટીએમસી જોડાયું નથી. ટીએમસીના નેતાઓએ સંસદના કામકાજને પ્રભાવિત ન કરવાનું કહ્યું છે. ટીએમસીના રાજ્યસભાના નેતા […]

કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC

નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી […]

પશ્ચિમ બંગાળમાં બંધના પગલે જનજીવન ખોરવાયું, અનેક સ્થળે ઘર્ષણ

ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી કોલકાતા:  ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્ય સચિવાલય તરફ કૂચ દરમિયાન દેખાવકારો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં 12 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન આજે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ રેલ અને માર્ગ અવરોધને કારણે જાહેર […]

મહિલા તબીબની હત્યાની ઘટનાના વિરોધ પ્રદર્શનમાં TMCના સાંસદ પણ જોડાશે

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કરી જાહેરાત હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ દેખાવો નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેન્દુ શેખર રેએ પણ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જોડાવાની જાહેરાત કરી છે. આજે રાત્રે વિવિધ સ્થળોએ આ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે સોશિયલ મીડિયા પર શેર કરેલી […]

પેટાચૂંટણીમાં I.N.D.I.A.એ સપાટો, પશ્ચિમ બંગાળમાં TMCની ક્લિનસ્વિપ

નવી દિલ્હીઃ સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 બેઠકો ઉપર ઈન્ડી ગઢબંધન આગળ હતી. જે પૈકી પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ઉપર ટીએમસીની જીત થઈ હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં બે બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. પેટા ચૂંટણીમાં એનડીએને નુકશાન થવાનો અંદાજ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code