સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદઃ દુનિયાના સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવે છે. ટુંકાગાળામાં વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન મેળવનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. કેવડિયા સુધી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદીના કિનારે કેવડિયા ખાતે […]


