1. Home
  2. Tag "two terrorists"

મણિપુરમાં છ ડ્રગ સ્મગલર્સ અને બે આતંકવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળો ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે સોમવારે છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરી હતી. આ સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાંગપોકપી જિલ્લામાં છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ડ્રગ સ્મગલરની ઓળખ ખાઈખાઓ કિપગેન ઉર્ફે […]

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળ્યા પછી, જમ્મુ અને […]

કાશ્મીરના ડોડામાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું

નવી દિલ્હીઃ જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જિલ્લાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ કેટલાક આતંકવાદીઓને ઘેરવામાં આવ્યાનું જાણવા મળે છે. ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાનને સારવાર માટે […]

ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી અલકાયદાના બે આતંકવાદી ઝડપાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આસામના ગુવાહાટી ખાતેથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા બે આતંકીઓને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધા હતા. આ બંને બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને ગેરકાયદે રીતે ભારતમાં ઘુસી આવ્યાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં આ આતંકવાદીઓ યુવાનોને આતંકવાદી પ્રવૃતિઓ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા હતા. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા […]

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને […]

જમ્મુ-કાશ્મીરઃ બારામુલા વિસ્તારમાં બે આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બારામુલાના પટ્ટન વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓએ બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આતંકવાદીઓ જેશ-એ-મહંમદના આતંકવાદી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બારામુલાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code