સાબરકાંઠામાં NH-48 પર માર્ગ અકસ્માતો ઘટાડવા NHAI અને પોલીસની અનોખી પહેલ
હિંમતનગર, 10 ઓગસ્ટ 2026: માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તથા વાહનચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને સાબરકાંઠા જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે-48 પર અનોખી માર્ગ સુરક્ષા પહેલ હાથ ધરવામાં આવી છે. NHAI દ્વારા માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અકસ્માતપ્રવણ વિસ્તારોમાં જરૂરી સલામતીનાં પગલાં, જાગૃતિ અભિયાનો અને સંબંધિત એજન્સીઓ […]


