ભર ઉનાળે છોટા ઉદેપુર, માંડવી, ઉંમરપાડા, આણંદ, ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાએ આફત સર્જી છે. શુક્રવારે રાજ્યના છોટા ઉદેપુર ખેડા, નવસારી, આણંદ, ભાવનગર, સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં 13મીથી 15મી એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ […]


