1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં માવઠાએ ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર  જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ત્રણવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.  જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામોમા અંદાજે પાંચ હજાર વીધા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પરંતુ કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દેતા ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે.

ઝાલાવાડ પંથકમાં ખેડૂતોથી જાણે કુદરત પણ રૂઠી હોય તેમ ભરઉનાળે ત્રણવાર કરા અને વાવાઝોડા સાથે વરસાદ થતાં ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં ઘઉં , વરીયાળી, ચણા, એરંડા જેવા પાકમાં તો નુકસાન છે. પરંતુ સૌથી વધુ આર્થિક નુકસાન ઇસબગુલનું વાવેતર કરનારા ખેડૂતોને થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ, જસમતપુર, ગેડી, ટોકરાળા સહીતના ગામોમા અંદાજે 5 હજાર વીઘા જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જેમાં લીંબડી તાલુકાના એકલા રળોલ ગામમાં જ બે હજાર વીઘા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. ઇસબગુલ આયુર્વેદિક દવામા ઉપયોગી હોય તેની માંગ રહે છે. અને આ વર્ષે ઇસબગુલના ભાવ પણ એક મણના 3 હજારથી 3400 રૂ. જેટલા મળતા ખેડૂતોને કાંઇક સારી ઉપજ આવવાની આશા હતી. પરંતુ કુદરતને જાણે આ મંજૂર ન હોય તેમ છેલ્લા 10 દિવસમાં ત્રણવાર કરા અને વાવાઝોડા સાથે વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ઇસબગુલના વાવેતરમાં એક વીધામાંથી અંદાજે પાંચ મણ ઇસબગુલનુ ઉત્પાદન થાય છે. ત્યારે લીંબડી તાલુકાના રળોલ એક જ ગામમાં  10 હજાર મણ ઇસબગુલનું ઉત્પાદન થવાની આશા હતી. પરંતુ કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેતરમાં તૈયાર ઇસબગુલનો પાક ખરી જતાં રળોલ એક જ ગામમા અંદાજે રૂપિયા બે કરોડથી વધુનુ નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. મોંધા બીયારણ અને દવાના ખર્ચ, પિયત માટે ડીઝલનો ખર્ચ સહીતનો ખર્ચ પણ ન નિકળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની સાચી સ્થિતિ જાણવા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઊઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code