1. Home
  2. Tag "up"

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]

જો મત ગણતરીમાં ગોટાળા થયા તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની… જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

બલિયા લોકસભા સીટના સપા ઉમેદવાર સનાતન પાંડેએ શનિવારે જિલ્લા પ્રશાસનને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ વખતે જનતા મને વિજયી બનાવશે તો અમને કોઈ રોકી શકશે નહીં. મતગણતરીમાં કોઈપણ પ્રકારના ગોટાળા થશે તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની લાશ નીકળશે. આ સમગ્ર મામલો છે 2019માં 15 હજાર મતથી હાર્યા હતા […]

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. […]

યુપીની 16000 મદરસાઓ પરથી ટળી ગયું સંકટ, સુપ્રીમ કોર્ટે લગાવી HCના ચુકાદા પર રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ મદરસા એજ્યુકેશન એક્ટને રદ્દ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરસા એક્ટને એમ કહીને નકાર્યો હતો કે તે ગેરબંધારણીય અને સેક્યુલારિઝ્મની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ […]

મુખ્તાર અંસારીના મોત પર રાજકીય બબાલ શરૂ, BSPથી લઈને AIMIMએ ઝેર આપવાના દાવાની તપાસની કરી માંગ

નવી દિલ્હી: યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને ડૉન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મેડિકલ કોલેજ બાંદાએ મોતની પુષ્ટિ કરી છે. આખા યુપીમાં પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. તો અંસારીના મોત પર રાજકીય બબાલ પણ શરૂ થઈ ચુકી […]

ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી સરકારનું વિસ્તરણ, ચાર નેતાઓએ મંત્રીપદના લીધા શપથ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે વધુ ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આમ સીએમ યોગીના મંત્રીઓની સંખ્યા વધીને 22 થઈ છે. સીએમ યોગીના મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ચારેય મંત્રીઓને હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code