1. Home
  2. Tag "upi"

ભારતમાં ડિજિટલ ક્રાંતિ: UPI પેમેન્ટમાં રેકોર્ડબ્રેક તેજી, QR કોડની સંખ્યા વધી

મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. લોકો હવે રોકડ રકમને બદલે મોબાઈલ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ‘વર્લ્ડલાઈન ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સક્રિય યુપીઆઈ ક્યુઆર કોડની સંખ્યા વધીને 70.9 કરોડ થઈ ગઈ છે, જે ડિજિટલ ઈન્ડિયાની સફળતાની સાક્ષી પૂરે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં […]

UPIને IMF એ દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’ માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ના હિસાબે દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ (FPS) માનવામાં આવી છે. આ ઉપરાંત, ACI વર્લ્ડવાઇડના 2024 ના રિપોર્ટ ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ અનુસાર, UPIની ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં […]

ગુજરાતમાં વાહનચાલકો પાસેથી UPI દ્વારા ઓનલાઈન રૂપિયા 10.05 લાખનો દંડ વસુલાયો

ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ, 90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, ચલણ કોર્ટમાં જાય તે પહેલાંBBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે ગાંધીનગરઃ   રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને […]

વાહનચાલકો E-ચલણ પેટે દંડની રકમ હવે ગુગલ પે, ફોન પે, ભીમ-પે, યોનો એપથી ભરી શકશે

વાહન માલિકો-ચાલકો માટે દંડ ભરવાની પ્રકિયા સરળ બનાવી, ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે લીધો મહત્વનો નિર્ણય, વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ભરી શકતા હતા, ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકભંગના ગુનામાં ઈ-ચલણ આપ્યા બાદ વાહનચાલકોને દંડની રકમ ભરવા મુશ્કેલી પડતી હતી, વાહનચાલકો નેટ બેન્કિંગ, ડેબીટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન દંડ ભરી શકતા હતા. હવે […]

ભારતના ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો વધીને 83% થયો

નવી દિલ્હીઃ RBI દ્વારા એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલીમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો હિસ્સો 2024 સુધીમાં વધીને 83 ટકા થયો છે, જે 2019 માં 34 ટકા હતો. આ સમયગાળા દરમિયાન UPI 74 ટકાના ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ દર (CAGR) થી વધ્યો છે.  સમીક્ષા સમયગાળા દરમિયાન RTGS, NEFT, IMPS, ક્રેડિટ કાર્ડ […]

UPI લાઈટ વોલેટ મર્યાદા વધીને રૂ. 5000 કરાયો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોબાઈલ ફોન દ્વારા ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપતા UPI લાઇટ માટે વોલેટ મર્યાદા રૂ. 2,000 થી વધારીને રૂ. 5,000 કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ 500 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી છે. RBI અનુસાર, હવે UPI Lite દ્વારા એક વ્યક્તિને વધુમાં વધુ 1,000 રૂપિયા મોકલી […]

UPI: 75000 કરોડથી વધુનો દૈનિક વ્યવહાર પહેલીવાર થયો

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં સમગ્ર દેશમાં UPI દ્વારા 16.58 અબજ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. તેની કિંમત અંદાજે 23.5 લાખ કરોડ રૂપિયા હતી. એપ્રિલ 2016માં UPI લોન્ચ થયા પછીનો આ સૌથી મોટો આંકડો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં […]

માલદીવમાં પણ શરૂ થશે ભારતનું UPI, રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ લીધો નિર્ણય

નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ તેમના દેશમાં ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ – UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે કેબિનેટની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી માલદીવની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા છે, જેમાં નાણાકીય સમાવેશ વધારવો, નાણાકીય વ્યવહારોની કાર્યક્ષમતામાં સુધારો કરવો […]

ભારતઃ ચાર મહિનામાં UPI મારફતે રૂ. 81 લાખ કરોડના વ્યવહારો થયા

નવી દિલ્હીઃ એપ્રિલ-જુલાઈના સમયગાળામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા રૂ. 81 લાખ કરોડથી વધુના વ્યવહારો થયા છે. વાર્ષિક ધોરણે 37 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસીક્યોર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ ડેટા જણાવે છે કે, યુપીઆઈ દ્વારા પ્રતિ સેકન્ડ 3,729.1 વ્યવહારો થઈ રહ્યા છે. 2022માં આ […]

UPI વ્યવહારોમાં એક મહિનામાં રૂ.20.45 લાખ કરોડનો નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં UPIએ ઇતિહાસ રચ્યો છે. જેમાં મે મહિનામાં 20 લાખ 45 હજાર કરોડ જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન લોકોએ UPIથી કર્યું છે. આ પ્રથમ વાર છે કે, લોકોએ મોટી સંખ્યામાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હોય. આ આંકડો UPIની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)એ ટ્રાન્ઝેકશન્સ-વ્યવહારોમાં મે મહિનામાં રૂ. 20.45 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code