ચાઈનીઝ દોરી વેચનારા સામે રહેમ ન રાખવા સરકારને હાઈકોર્ટનું ફરમાન
અમદાવાદ, 26 ડિસેમ્બર 2025 : ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલના વેચાણ પર અંકુશ મેળવવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અત્યંત કડક નિર્દેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નિર્દોષ નાગરિકો અને પક્ષીઓના જીવ જોખમમાં મૂકનારી આ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનારા તત્વો સામે કોઈપણ જાતની રહેમ રાખ્યા વગર […]


