1. Home
  2. Tag "Vaccine"

ભારતે અન્ય દેશોની તુલનામાં નીચા દરે ખરીદી કોરોના રસી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતમાં પણ આગામી તા. 16મી જાન્યુઆરીથી કોરોનાની રસીકરણનો પ્રારંભ થશે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. દરમિયાન ભારતે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ખુબ નીચા દરે […]

કોરોનાની રસી ઉપર સૌથી પહેલો અધિકાર પ્રજાનો, ભાજપના નેતાઓ પ્રથમ તબક્કામાં નહીં લે રસીઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેમજ આગામી તા. 16મી જાન્યાઆરીથી સમગ્ર રાજ્યમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કામાં ભાજપના એક પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રીઓ કોરોનાની રસી નહીં લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓને રસી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે […]

ગુજરાતમાં કોરોના રસીનો પ્રથમ જથ્થો પહોંચ્યો, 16મી જાન્યુઆરીએ શરૂ કરાશે રસીકરણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી રસીની આતુરતાથી રાહ જોવાતી હતી. આ આતુરતાનો આજે અંત આવ્યો હતો. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ વેક્સિનના જથ્થાને કંકુ, ચોખા, નાળિયેર, ફૂલ સાથે આવકાર્યો હતો. એરપોર્ટથી રસીનો જથ્થો સીધો ગાંધીનગર ખાતે વિશેષ સ્ટોરેજ […]

કેન્દ્ર સરકારે કોરોના વાયરસની રસીના છ કરોડ ડોઝનો આર્ડર આપ્યો

દિલ્હીઃ કોરોના વાયરસની રસીની કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે સીરમની કોલિશીલ્ડ રસી અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીના કુલ 6 કરોડ ડોઝના ઓર્ડર આપવામાં આવ્યાં છે. પુણેમાં સીરમની લેબોરેટરીમાંથી આજે વહેલી સવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં નિર્મિત કોવિશીલ્ડ રસી ધરાવતું પહેલું કન્સાઈનમેન્ટ દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

ભારત પાસેથી કોવિડ-19ની રસી ખદીરવા બ્રાઝિલે દાખવ્યો રસ

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં કોરોનાની બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં માટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. બીજી તરફ કોરોના મહામારી સામે લડી રહેલું બ્રાઝિલ ભારતમાં બની રહેલી કોરોના વેક્સિન ખરીદવા માટે છે. બ્રાઝિલ 50 લાખ જેટલા ડોઝ ભારત પાસેથી ખરીદવા માંગે છે. આ માટે બ્રાઝિલ સરકાર દ્વારા પ્રયાસો પણ […]

દેશમાં એપ્રિલ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવા માટે 69 ટકા વાલીઓ રાજી

દિલ્હીઃ ગુજરાત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે માર્ચથી સ્કૂલ-કોલેજ બંધ કરાઈ હતી. જો કે, કોરોનાની રસીના આગમન સાથે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જો કે, એક સર્વે અનુસાર એપ્રિલ અને ત્યાર બાદ સ્કૂલમાં વિદ્યાર્થોને મોકલવા માટે 69 ટકા વાલીઓ તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની […]

ચીનની કોરોના વેક્સિન ઉપર પાકિસ્તાન સહિતના દેશોને નથી વિશ્વાસ

દિલ્હીઃ ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં ભરડો લીધો છે. કોરોના વાયરસના કારણે દુનિયાના અનેક દેશોનો ચીન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેથી સમગ્ર દુનિયામાં ચીનને પોતાની કોવિડ-19 વેક્સીન ખરીદનાર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ચીનનું વિશ્વાસુ એવું પાકિસ્તાન પોતોના દેશમાં ચીની કોરોના રસીની ટ્રાયલ કરાવી રહ્યું […]

બ્રિટન-અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખથી વધારે લોકોને અપાઈ કોરોનાની રસી

દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિટનમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ […]

દિલ્હીમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ બની તેજ, પહેલા તબક્કામાં 51 લાખ લોકોને અપાશે રસી

દિલ્હીઃ કોરોના કોરોના મહામારી વચ્ચે કોરોના વેક્સિનની અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને ટુંક જ સમયમાં રસી ઉપલબ્ધ થઈ જશે. દિલ્હી સરકારે કોરોનાની રસીને લઈને તૈયારીઓ શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી આપવામાં આવશે. આ માટે દિલ્હી સરકારે યાદી પણ તૈયાર કરી લીધી છે. રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, […]

લો બોલો! 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ જ રસ નથી

કોરોનાની વેક્સિન લેવા અંગે 18 હજાર લોકોને આવરીને કરાયો સર્વે સર્વે અનુસાર 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ રસ નથી આ લોકોએ રસી ના લેવા અંગે અલગ અલગ કારણો જણાવ્યા નવી દિલ્હી: દિવાળી બાદ દેશમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં લોકો વેક્સિન લેવામાં ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code