1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ, નવાયાર્ડ વિસ્તારમાં ગાયે ગોથું મારતા યુવાનને ગંભીર ઈજા

વડોદરાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હોય છે. એમાં વડોદરા શહેરમાં તો રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ છે. અને મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાનો શહેરના નાગરિકો ભોગ બની રહ્યા છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં વધુ એક યુવાનને ગાયે અડફેટે લેતા યુવાને ગંભીર ઈડાઓ થઈ હતી. વડોદરા શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે.  જાહેર […]

નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે, 2000 ખેલાડીઓ ભાગ લેશે

વડોદરાઃ સ્પોર્ટસ એક્ટિવિટીમાં વડોદરા શહેર અગ્રીમ હરોળમાં છે, અને અનેક સ્પોર્ટ્સ કોમ્પીટેશન શહેરમાં યોજાતી હોય છે. ત્યારે હવે આગામી જુન મહિનામાં તા.16થી 19 દરમિયાન નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપ રમાશે. જેમાં દેશભરમાંથી અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓ તેમાં ભાગ લેશે વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે જૂન મહિનામાં તા.16 થી 19 દરમિયાન,ગુજરાતમાં પહેલીવાર વડોદરામાં નેશનલ […]

વડોદરાના વરણામા ખાતે જુલાઇથી નવો કન્ટેઇનર ડેપો શરૂ કરાતા ઉદ્યોગેનો રાહત થશે

વડોદરાઃ ગુજરાતમાં દેશના બે મોટા બંદર આવેલા છે. અને આયાત-નિકાસમાં બન્ને બંદરોનો ફાળો સૌથી વધુ છે. ત્યારે રાજ્યના આયાત અને નિકાસકારોને કન્ટેઈનરની સુવિધા વધુ સારી રીતે મળી રહે તે માટે વડોદરા નજીક વરણામા ગામ નજીક નવો કન્ટેઈનર ડેપો શરૂ કરવામાં આવશે. વડોદરા,અંકલેશ્વર વાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગો નિકાસ સાથે સંકળાયેલા છે. એટલે નવા […]

વડોદરાના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં રોડ પરના દબાણો હટાવાયાં

વડોદરાઃ  શહેરના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં લારી-ગલ્લા અને દુકાનદારોના લટકણીયા તથા પથારાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને દબાણો હટાવવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી ચાર ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. સંવેદનશીલ વિસ્તારના પગલે પોલીસ દ્વારા […]

વડોદરામાં કૂતરાંનો ત્રાસ, હરણી રોડ પર પાંચ લોકોને બચકાં ભર્યા, મ્યુનિ.નું તંત્ર નિષ્ક્રિય

વડોદરાઃ શહેરમાં રોજબરોજ કૂતરાંનો ત્રાસ વધતો જાય છે. શહેરની કોઈ પણ સોસાયટી કે મહોલ્લામાં કૂતરાંઓ રખડતા જોવા મળતા હોય છે. રાત્રીના સમયે તો સ્કુટર કે બાઈકસવારો નિકળતા પણ ડરતા હોય છે. કૂતરા પાછળ પડવાની ઘટના તો હવે સામાન્ય બની રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેક ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. તાજેતરમાં જ શહેરના […]

વડોદરા ડિવિઝન પર આતંકવાદ વિરોધી દિવસનું આયોજન કરાયું

અમદાવાદ:પશ્ચિમ રેલવેના પ્રતાપનગર, વડોદરા ડિવિઝન ખાતે ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ પરિસરમાં આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે ડીઆરએમ અમિત ગુપ્તાએ ઉપસ્થિત અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા અને દેશની અહિંસા અને સહિષ્ણુતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ રાખવા તથા આતંકવાદ અને હિંસાના તમામ સ્વરૂપોનો સખત વિરોધ કરવા પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી ગુપ્તાએ માનવજાતનાં તમામ વર્ગો […]

વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓ વધારાશે

અમદાવાદઃ રાજ્યમાં સરકાર દ્વારા વિકાસના સતત કાર્યકરો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં વિકાસના બે કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરાના કલેકટર અતુલ ગોરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં બે પ્રવાસન સ્થળોના વિકાસ માટે વધારાના કામો કરવાની મંજૂરી […]

રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મેટ્રોરેલ માટેનો સર્વે, ફ્રાન્સની કંપની પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ તથા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટની સફળતા બાદ હવે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ફ્રાંસની એક કંપનીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. એટલે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા વડોદરા, રાજકોટ, ભાવનગર […]

વડોદરામાં નવ જેટલી મ્યુનિ. શાળાઓ જર્જરિત, અનેક શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ

વડોદરા:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના શિક્ષણ સમિતિ હસ્તકની 120 જેટલી શાળાઓ છે, જેમાં નવ જેટલી શાળાઓના મકાનો ખૂબજ જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ જર્જરિત બનેલી શાળાઓ નવી બનાવવાને બદલે નવ શાળાઓના બાળકોને બીજી શાળાઓમાં મર્જ કરી દેવાયા છે. સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ સમિતિની સ્કૂલની […]

ગુજરાતનું કદાચ પ્રથમ દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય વડોદરામાં, દાંતને લઈને 4 હજાર વસ્તુઓનો સંગ્રહ

આરોગ્ય અને શરીરની જાળવણીમાં દાંતની ઘણી અગત્યતા છે. પરંતુ આ 32 આરોગ્ય રક્ષકોની અગત્યતા અને તેમની કાળજી લેવાની જરૂરિયાતની જાણકારી લોકોમાં બહુધા ખૂબ ઓછી છે. દાંતની સંખ્યા 32 હોય કે દુધિયા દાંત પડી જાય પછી નવા અને કાયમી દાંત આવે, એવી પ્રાથમિક સિવાય ભાગ્યેજ કોઈ માહિતી આપણી પાસે હોય. જ્યારે દાંત હલે કે ભારે વેદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code