1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના વરણામા ખાતે જુલાઇથી નવો કન્ટેઇનર ડેપો શરૂ કરાતા ઉદ્યોગેનો રાહત થશે
વડોદરાના વરણામા ખાતે  જુલાઇથી નવો કન્ટેઇનર ડેપો શરૂ કરાતા ઉદ્યોગેનો રાહત થશે

વડોદરાના વરણામા ખાતે જુલાઇથી નવો કન્ટેઇનર ડેપો શરૂ કરાતા ઉદ્યોગેનો રાહત થશે

0
Social Share

વડોદરાઃ ગુજરાતમાં દેશના બે મોટા બંદર આવેલા છે. અને આયાત-નિકાસમાં બન્ને બંદરોનો ફાળો સૌથી વધુ છે. ત્યારે રાજ્યના આયાત અને નિકાસકારોને કન્ટેઈનરની સુવિધા વધુ સારી રીતે મળી રહે તે માટે વડોદરા નજીક વરણામા ગામ નજીક નવો કન્ટેઈનર ડેપો શરૂ કરવામાં આવશે. વડોદરા,અંકલેશ્વર વાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગો નિકાસ સાથે સંકળાયેલા છે. એટલે નવા કન્ટેઈનર ડેપોથી ઉદ્યોગોને ફાયદો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના વરણામા ખાતે કેન્દ્ર સરકારના નેજા હેઠળની કંપની કોન્કોર’ કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો નવો કન્ટેઇનર ડેપો જુલાઈ મહિનામાં કાર્યરત થાય તેવી શક્યતા છે. જેના કારણે આયાત-નિકાસ કરતા વડોદરાના અને તેની આસપાસના વિસ્તારોના ઉદ્યોગોને મોટી રાહત થશે. નવો ડેપો કાર્યરત થયા બાદ શરૂઆતના તબક્કે અહીંથી દર મહિને 3500 કન્ટેઇનરની હેરફેર થઈ શકશે. ત્યારબાદ બીજા એકાદ બે મહિનામાં વધીને 5000 પર પહોંચી જશે અને લગભગ એક વર્ષની અંદર અહીંથી મહિને 7,000 થી 8,000 કન્ટેનર રવાના કરી શકાશે કે મંગાવી શકાશે.
કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  વડોદરાના વરણામાં ગામ નજીક 145 એકર જમીનમાં 2014થી કન્ટેનર ડેપો સહિત મોડલ લોજાસ્ટિક પાર્ક બનાવવાનું ચાલુ થયું હતુ અને તેમાં 350 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. ડેપોના રોડ સહિતની બીજી સુવિધા માટે રૂ.110 કરોડ  ખર્ચવાના છે. અહીંયા કસ્ટમ ક્લિયર કરવા’ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આયાત નિકાસ કરતા વડોદરાની આસપાસના 400 જેટલા ઉદ્યોગ માટે હાલનો દશરથ ખાતેનો કન્ટેનર ડેપો ઘણો નાનો પડે છે. હાલ જે વ્યવસ્થા છે તે પ્રમાણે ઉદ્યોગોને પહેલા કન્ટેઇનર યાર્ડ ખાતે ઓફિસ પર મોકલવા પડે છે ત્યાંથી દશરથ ખાતેના ડેપો પર મોકલવામાં આવે છે. કસ્ટમ ક્લિયર બાદ” તેને મુંબઈ અને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ પર શીપીંગ માટે ટ્રેન થકી મોકલવામાં આવે છે. ચારથી પાંચ દિવસ આ કાર્યવાહીમાં લાગી જાય છે જેના કારણે ઘણા ઉદ્યોગો સમય બચાવવા માટે પોતાના કન્ટેઈનર ટ્રક મારફતે મોકલાવી રહ્યા છે. મુન્દ્રા કે મુંબઈ સુધી કન્ટેનર મોકલવાનો ખર્ચ 40000-50000 રૂપિયા થાય છે નવો કન્ટેનર ડેપો બન્યા બાદ મોકલવાનો ખર્ચ 50 ટકા ઘટી જશે કારણ કે નવા’ ડેપોની બાજુમાથી જ ડેડીકેટેડ રેલવે ફ્રેટ કોરીડોર પસાર થવાનો છે. નવા ડેપોની બાજુમાંથી હાલની રેલ્વે લાઇન પણ પસાર થાય છે. આથી કન્ટેઇનર અહીંયા આવ્યા બાદ સુગમતાપૂર્વક ગુડસ ટ્રેનમાં રવાના કરી શકાશે.
અત્યારે દશરથ ડેપોની ક્ષમતા ઓછી હોવાથી કોન્કોરને મહિને ત્રણથી ચાર કરોડ રૂપિયાની આવક થાય છે.’
નવો ડેપો સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થયા બાદ વડોદરા ઓફિસનીઆવક પ્રતિ મહિને વધીને આઠથી નવ કરોડ રૂપિયાને પાર પહોંચશે. દશરથ ખાતે હાલના ડેપોમાં એક જ વર્ષમાં 30 હજાર જેટલા કન્ટેનરની હેરફેર થાય છે. નવા કંટ્રોલ ખાતેથી એક વર્ષ દરમિયાન 80થી 90 હજાર કન્ટેનરોની હેરફેર થવાનો અંદાજ છે.’
કન્ટેઇનર સિવાય રેલવે વેગનોમાં પણ ઘણી વસ્તુઓ વડોદરા આવે છે. મોટાભાગે આ આંતરરાજ્ય હેરફેર હોય છે વડોદરામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું ગોડાઉન છે અને ઘઉં અને ચોખા જેવું અનાજ ટ્રેન મારફતે એ નવા યાર્ડ અને રણોલી ગોદીમાં આવે છે. જો કે ગોદીમાં પૂરતી જગ્યાના અભાવે આ ઘઉંને ગોડાઉનમાં ખસેડવામાં ન આવે ત્યાં સુધી ખુલ્લામાં પડી રહે છે. નવા ડેપોમાં આ સમસ્યા નહીં રહે. સાથે સાથે અન્ય ઉત્પાદનો પણ કન્ટેઇનર મારફતે બીજાં રાજ્યોમાં મોકલવાની ક્ષમતા વધશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code