1. Home
  2. Tag "vadodara"

ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હવે આગામી વર્ષોમાં ગુજરાતના અન્ય બે એરપોર્ટ વડોદરા અને સુરતનું પણ ખાનગીકરણ કરવામાં આવે તેવી શકયતા છે. સરકારનું મેનેજમેન્ટ કાચું પડતું હોવાથી કેન્દ્રએ એરપોર્ટની જવાબદારી પ્રાઇવેટ પાર્ટીઓને સોંપવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીને પગલે દેશના વિવિધ એરપોર્ટને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા આગામી વર્ષોમાં […]

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી […]

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

વર્ષ 2017-18માં 417 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી વાલીઓમાં રોષ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ […]

દુકાનની બહાર ફૂટપાથ પર વેચાણની વસ્તુઓ રાખતા વેપારીઓ સામે આ મંત્રીએ વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ રાજકોટ અને વડોદરામાં ઈંડા અને માંસાહારની લારીઓ ઉપર પ્રતિબંધ ફરમાવવાના નિર્ણયની રાજ્યના મહેસુલ મંત્રીએ પ્રશંસા કરી હતી. તેમજ તેમણે દુકાનની બહાર વેપારીઓ દ્વારા મુકવામાં આવતી વસ્તુઓ તેમજ પૂતળા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે પણ મનપા અને પોલીસને યોગ્ય કારવાહી કરવા સૂચન કર્યું હતું. રાજ્યવ્યાપી નિરામય ગુજરાત અભિયાનનો વડોદરા શહેરી વિસ્તારમાં […]

વડોદરાની 210 સ્કૂલો દિવાળી વેકેશનમાં પણ 3 દિવસ કાર્યરત રહેશે

ગુજરાતઃ રાજ્યની શાળાઓમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની 210 જેટલી સ્કૂલો દિવાળીના વેકેશનમાં પણ કાર્યરત રહેશે. નેશનલ એચિવમેન્ટ સર્વેને પગલે આ સ્કૂલો શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીના વેકેશન દરમિયાન વડોદરાની 210 સ્કૂલો લગભગ 3 દિવસ સ્કૂલ કાર્યરત રહેશે. DEO કચેરી દ્વારા વિશેષ આદેશ કરાયો […]

સુરત બાદ હવે વડોદરા શહેરને ભિક્ષુકમુક્ત બનાવાશે

વડોદરાઃ રાજ્યમાં સુરત બાદ હવે વડોદરા શહેરને ભિક્ષુકમુક્ત કરવામાં આવશે. વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી મનિષા વકીલના અધ્યક્ષસ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી […]

વડોદરામાં બની વિમાની રેસ્ટોરન્ટ,ખાવા-પીવાના શોખીન લોકોને જલસા

વડોદરામાં બની વિમાની રેસ્ટોરેન્ટ ખાવા-પીવાના શોખીન લોકોને જલસા ગુજરાતની પહેલી આ પ્રકારની રેસ્ટોરેન્ટ વડોદરામાં ગુજરાતની પ્રથમ વિમાની રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. લગભગ અઢી કરોડના ખર્ચે વિમાની રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરેન્ટની રચના એવી રીતે કરવામાં આવી છે કે તેમાં વિમાનની પાંખ પર બેસીને પણ જમી શકાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને […]

રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB

અમદાવાદઃ મહાનગરોમાં પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરો તરીકે ઓળખાતા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘણું વધારે છે. રાજ્યમાં હવાના પોલ્યુશનને ઘટડાવા અને મર્યાદિત કરવા અંગેની પીઆઈએલમાં ગુજરાત પોલ્ટુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રાજ્યના પ્રમુખ શહેરોનો સમાવેશ […]

વડોદરામાં રવિવારે પણ કચેકટર કચેરી ચાલુ રાખવા મહેસૂલ મંત્રીનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા. દરમિયાન રવિવારના દિવસે વડોદરા જિલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે. રાજ્યમાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારના દિવસે વડોદરા જીલ્લા કલેકટર કચેરીને […]

બુલેટ ટ્રેન માટે વડોદરામાં 135 વર્ષ જૂનું રેલવેનું ઐતિહાસિક સલુન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ

વડોદરાઃ બૂલેટ ટ્રેન માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે યાર્ડમાં આવેલું સયાજીરાવ ગાયકવાડના સમયનું ઐતિહાસિક સલૂન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ ઊભો થયો છે. અંદાજે 135 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને સુપ્રત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં ગાયકવાડ સમયની અંદાજે 1886માં બનેલી આ ઇમારત તોડી પડાતાં લોકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code