1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB
રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB

રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB

0
Social Share

અમદાવાદઃ મહાનગરોમાં પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરો તરીકે ઓળખાતા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘણું વધારે છે. રાજ્યમાં હવાના પોલ્યુશનને ઘટડાવા અને મર્યાદિત કરવા અંગેની પીઆઈએલમાં ગુજરાત પોલ્ટુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રાજ્યના પ્રમુખ શહેરોનો સમાવેશ ભયનજક રીતે પ્રદૂષિત દેશના 102 શહેરોમાં કરવામાં આવ્યો છે. હવાની ગુણવત્તા નિયત ધારાધોરણો મુજબ ન હોવાને કારણે આ નામ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી માટે 12મી ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે અને આદેશ આપ્યો છે કે જો અરજદાર સોગંદનામાનો જવાબ આપવા માંગતા હોય તો આપી શકે છે.

ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે  જાહેરહિતની અરજી કરીને દાદ માંગી હતી કે, રાજ્યમાં હવાના પ્રદૂષણનું સ્તર જોખમી બન્યું છે, ત્યારે રાજ્ય સરકારને આદેશ કરીને સ્તર નિયંત્રિત કરવા અને ઔદ્યોગિક એકમો દ્વારા હવામાં છોડવામાં આવતા પ્રદૂષણને ચોક્કસ ધોરણો પ્રમાણે મર્યાદિત કરવાનો આદેશ કરવો જોઈએ. આ સિવાય તમામ ઔદ્યોગિક એકમો, પ્લાન્ટ્સ કે સાઈટ્સ બળતણ-ઈંધણ તરીકે કોલસાના સ્થાને નેચરલ ગેસનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવો જોઈએ. જે એકમો કોલસાનો ઉપયોગ કરતા હોય તેમની ઓળખ કરીને બંધ કરાવવો જોઈએ.   ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેપ્યુટી એન્વાયરન્મેન્ટ એન્જિનિયરે અરજી સંદર્ભે સોગંદનામુ કરીને જણાવ્યું કે, કોમ્પ્રિહેન્સિવ એન્વાયન્મેન્ટલ પોલ્યુશન ઈન્ડેક્ષના સ્કોરના આધારે સીપીસીબીએ વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને વટવાને જોખમી રીતે પ્રદૂષિત તેમજ ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદને ગંભીર રીતે પ્રદૂષિત જાહેર કર્યા છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા રાજ્યના મુખ્ય શહેરોને જોખમી રીતે પ્રદૂષિત દેશના 102 શહેરોમાં શામેલ કરવામાં આવ્યા છે. આ બાબતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ, ઉદ્યોગો સામે કડક કાર્યવાહી ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો અને ઈંટોના ભઠ્ઠા જેવા સ્થળોએ એર પોલ્યુશન કંટ્રોલ ડિવાઈસ લગાવવાને મહત્વ આપવામાં આવ્યું છે. આ પ્લાનને અમલમાં મૂકવા માટે રાજ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. તાજેતરમાં જ ઓથોરિટી દ્વારા કોલ અને લિગ્નાઈટ આધારિત એકમો ખાતેથી એસઓરના ઉત્સર્જન પર નિયંત્રણ લાદવાનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે. સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, ઔદ્યોગિક એકમોમાં કોલસાનો ઉપયોગ સમગ્ર દેશમાં થાય છે અને ગુજરાતમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિર્ધારિત ધારાધોરણો મુજબ ઉદ્યોગોનું ઈન્સ્પેક્શન નિયમિત ધોરણે કરવામાં આવે છે. નિયત સ્તર કરતા વધારે પ્રદૂષણ ફેલાવતા એકમોને બંધ કરવાની નોટિસ પણ ઈશ્યુ કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 સુધીમાં ઓથોરિટી દ્વારા રાજ્યના 24,871 એકમોની ચકાસણી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code