1. Home
  2. Tag "Vallabhipur"

ભાવનગરના વલ્લભીપુરમાં સરકારી હોસ્પિટલની જર્જરિત હાલત, 40 ગામના દર્દીઓને પડતી હાલાકી

ભાવનગર: જિલ્લાના વલ્લભીપુર તાલુકા મથક હોવાથી સરકારી હોસ્પિટલ આવેલી છે. પરંતુ તંત્રની બેદકારીને લીધે હોસ્પિટલના હાલત જર્જરિત બની છે. તેથી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પતરાના શેડ ઊભા કરીને હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. વલ્લભીપુર તાલુકાના 40 ગામના લોકો સારવાર માટે આ હોસ્પિટલમાં રોજબરોજ આવે છે. દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન […]

વલ્લભીપુર તાલુકામાં નર્મદા કેનાલના રિપેરિંગ માટે કરોડો ફાળવાયા, કામ શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જર્જરિત બની ગઈ છે. આ કેનાલના રિપેરીંગ કામ માટે ગુજરાત સરકારે રૂપિયા 22 કરોડની રકમ મંજુર કરી હોવા છતાં કોઇપણ કારણસર મરામતનું કામ હાથ ધરવાની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. તાલુકાના મોટાભાગના ગામડાઓમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. જે હાલ અમુક ગામડાઓમાં ખેડુતોને પિયત માટે ઉપયોગી બની […]

ભાવનગરના વલ્લભીપુર નજીક ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, 6 શ્રમિકોના મોત, 8ને ઈજા

ભાવનગરઃ જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં બેઠેલા  12થી 14 શ્રમિકો દબાયા હતા જેમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8ને શ્રમિકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં […]

વલ્લભીપુરમાં સરકારી ઈમારતોની હાલત જર્જરિત છતાં તંત્રને મરામત કરાવવાની ફુરસદ મળતી નથી

ભાવનગરઃ જિલ્લાના વલભીપુરમાં આવેલી મોટાભાગની સરકારી કચેરીઓની હાલત બિસ્માર અને જર્જરીત થઇ ગઇ છે. તેમાંથી ઘણી મિલ્કતો તો પડુ પડુ હાલતમાં છે. સરકારી તંત્રને જર્જરિત બનેલી મિલ્કતોની મરામત માટે ફુરસદ મળતી નથી. સરકારી હોસ્પિટલ તેમજ વિવિધ કચેરીઓ જેમાં મામલતદાર, માર્ગ-મકાન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સંકલીત બાળ વિકાસ યોજના, સીટી સર્વે, ન્યાય મંદિર, જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની કચેરી,સબ […]

ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનાં મોત,બાળકને ઈજા

વલ્લભીપુરઃ ભાવનગર-વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીનાં દર્શને જઈ રહ્યો હતો. દરમિયાન પરિવારની બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલાં પતિ-પત્નીનાં સ્થળ પર જ મોત થયાં હતાં, જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે […]

વલ્લભીપુર તાલુકામાં વનરાજોના આંટાફેરા, ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મૂકવા અપીલ

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા,માલપરા ગામની સીમમાં સિંહની હાજરી હોવા અંગે પ્રથમ ભાવનગર વન વિભાગને જાણ થયા બાદ જુનાગઢ સાસણગીરના વન વિભાગની આવી પહોંચેલી નિષ્ણાંત ટીમ દ્વારા પણ પૃષ્ટી આપવામાં આવી છે. જેથી ખેડુત અને ખેત મજુરોમાં ફફડાટ ફેલાયો છે અને ભયના લીધે ખેડુતોને મજુરો મળતા બંધ થયા છે. વન વિભાગ દ્વારા ખેડુતોને તાર ફેન્સીંગમાં […]

વલ્લભીપુરના ભાલ પંથકના ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા

ભાવનગરઃ ભાલ પંથકમાં પીવા માટે અપાતા નર્મદાના નીરને કારણે ઘણી રાહત થઈ છે પણ હાલ તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ભાલ પંથકમાં ભરચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે.આજુબાજુના પાંચ ગામોમાં અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code