1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના વલ્લભીપુર નજીક ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, 6 શ્રમિકોના મોત, 8ને ઈજા
ભાવનગરના વલ્લભીપુર નજીક ટ્રકનું  ટાયર ફાટતા સર્જાયો અકસ્માત,  6 શ્રમિકોના મોત, 8ને ઈજા

ભાવનગરના વલ્લભીપુર નજીક ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, 6 શ્રમિકોના મોત, 8ને ઈજા

0
Social Share

ભાવનગરઃ જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં બેઠેલા  12થી 14 શ્રમિકો દબાયા હતા જેમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8ને શ્રમિકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ તરફથી પશુનો ચારો ભરેલી ટ્રક પૂરફાટ ઝડપે જઈ રહી હતી તે દરમિયાન ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક પલટી  જતાં અકસ્માત સર્જાયો  હતો. ટ્રકમાં 12થી 14 જેટલાં શ્રમિકો સવાર હતા જે ટ્રક પલટી જતાં ટ્રક નીચે દબાયા હતા.જેમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો. દરમિયાન પોલીસે કરેલી પ્રથામિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના ઝીંઝાવદર ગામેથી આઇસર ટ્રક લીલુ ઘાસ ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો, ત્યારે વલભીપુર તાબા હેઠળ આવેલા રતનપર મેવાસા ગામ પાસેથી અચાનક ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગયો હતો, જેમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 4 પુરુષ અને 2 મહિલાએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવ અંગે પાલીતાણાના DySp મિહિર બારીયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના ઝીંઝાવદર ગામથી 14 લોકોને બેસાડી ટ્રક ભાવનગર આવી રહ્યો હતો, ત્યારે વલ્લભીપુરના રતનપર મેવાસા ગામ નજીક ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગયો હતો, જેમાં 14 માંથી 6 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, ભાવનગર જિલ્લાના ભડભીડ ગામે આ ટ્રક જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં મૃતકોમાં  1. નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ (ઉં.વ21), 2. કવાભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ 45), 3. સિતુભાઈ દાનાભાઈ ચૌહાણ (ઉ.વ.51) 4. અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ (ઉ.વ 22), 5. મનીબેન ગભરૂભાઈ રાઠોડ અને 6. કોમલબેન મનસુખભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code