1. Home
  2. Tag "Vietnam"

રાજનાથ સિંહે વિયેતનામના સંરક્ષણ મંત્રી ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે (1 નવેમ્બર) મલેશિયાના કુઆલાલંપુરમાં તેમના વિયેતનામના સમકક્ષ જનરલ ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત 19મી આસિયાન સંરક્ષણ મંત્રીની બેઠક (ADMM) અને 12મી આસિયાન સંરક્ષણ મંત્રીની બેઠક-પ્લસ (ADMM-પ્લસ) પહેલા થઈ હતી. રાજનાથ સિંહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, “કુઆલાલંપુરમાં સંરક્ષણ મંત્રી ફાન વાન ગિયાંગને મળીને આનંદ […]

વિયેતનામના હનોઈના એક વિસ્તારમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલર ઉપર મુકાયો પ્રતિબંધ

વિયેતનામ સરકારે જુલાઈ 2026 થી રાજધાની હનોઈના મધ્ય વિસ્તારમાં પેટ્રોલથી ચાલતી મોટરસાયકલ અને સ્કૂટર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિયેતનામના વડા પ્રધાન ફામ મીન ચિન્હ દ્વારા જારી કરાયેલા આ આદેશ હેઠળ, આ પ્રતિબંધ હનોઈના તે ભાગોમાં લાગુ થશે જે મુખ્ય રિંગ રોડની […]

ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, 700 મિલિયન ડોલરનો સોદો થશે

ફિલિપાઇન્સ પછી, હવે વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો એશિયન દેશ બનવા જઈ રહ્યું છે. આ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. માહિતી અનુસાર, આ સોદાની કુલ કિંમત લગભગ 700 મિલિયન ડોલર એટલે કે આશરે 5990 કરોડ રૂપિયા હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે […]

વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા

રશિયન પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિનની હનોઈની બે દિવસીય મુલાકાત દરમિયાન વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ 2016 માં વધતા ખર્ચ અને સલામતીની ચિંતાઓને કારણે બે પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ બંધ કર્યા પછી તેની પરમાણુ ઊર્જા યોજનાઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  આનાથી 2050 સુધીમાં […]

વિયેતનામમાં ચક્રવાતથી તબાહી, 6 દિવસમાં 197 લોકોના મોત

નવી દિલ્હીઃ ચક્રવાત યાગીએ છેલ્લા છ દિવસમાં વિયેતનામમાં તબાહી મચાવી છે. આ શક્તિશાળી વાવાઝોડાને કારણે મોટાપાયે ભૂસ્ખલન થયું છે. વ્યાપક પૂરના કારણે આક્રોશ ફેલાયો છે. વિયેતનામમાં ટાયફૂન યાગીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના જીવ લીધા છે. રાજધાની હનોઈ પણ આનાથી અછૂત નથી. આ વાવાઝોડાને કારણે સૌથી વધુ વિનાશ ઉત્તરી વિયેતનામમાં થયો છે. ટાયફૂન યાગીએ 7 […]

યાગી ચક્રવાતના કારણે વિયેતનામમાં 21 લોકોના મોત

નવી દિલ્હીઃ આ વર્ષના એશિયના સૌથી શક્તિશાળી તોફાન યાગીના કારણે વિયેતનામમાં 21 લોકોના મોત થયા છે.યાગી ચક્રવાત નબળુ પડ્યુ છે જોકે હજુ પૂર અને ભૂસ્ખલનનું જોખમ રહેલુ છે.વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિકોમ્યુનિકેશન ઠપ થઈ ગયુ છે જોકે યાગીએ નિકાસ-લક્ષી ઔદ્યોગિક કેન્દ્રોમાં કારખાનાઓ અને માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું હતું.વિયેતનામની હવામાન એજન્સીએ રવિવારે યાગીને ડાઉનગ્રેડ જારી કર્યું […]

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ત્રણ દિવસની ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ મંગળવારે તેમની ત્રણ દિવસની સરકારી મુલાકાતે ભારત પહોંચ્યા હતા. નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરીતાએ તેમનું સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હનું રાજ્યની મુલાકાતે નવી દિલ્હી આગમન પર હાર્દિક સ્વાગત છે. એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા […]

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ વિયેતનામ પહોંચ્યું, બંદરે કરાશે તૈનાત

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડનું પોલ્યુશન કંટ્રોલ વેસલ (PCV) સમુદ્ર પહેરેદાર એક અભિન્ન હેલિકોપ્ટર સાથે મંગળવારે વિયેતનામના હો ચી મિન્હ બંદરે આસિયાન દેશોમાં તેની ચાલુ વિદેશી તૈનાતીના ભાગરૂપે પહોંચ્યું હતું, ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું. આસિયાન દેશોમાં ICG વિશિષ્ટ જહાજની મુલાકાત એ દરિયાઈ પ્રદૂષણ માટેના ભારતના આસિયાન પહેલના અનુસંધાનમાં છે, જેમ કે વર્ષ 2022 માં […]

નવી ઉંચાઈએ પહોંચશે ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી,આ ક્ષેત્રોમાં લેવાશે પગલાં

દિલ્હી: ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી સતત વધી રહી છે. બંને દેશો વચ્ચેની મિત્રતા હવે સંબંધોમાં પ્રગતિના નવા આયામો સર્જી રહી છે. તેનાથી બંને દેશોના વિદેશી હૂંડિયામણના ભંડારમાં પણ વધારો થવાની શક્યતા છે. ભારત અને વિયેતનામે સ્થિર વિકાસનો માર્ગ મોકળો કર્યો છે અને બંને દેશો વચ્ચે રોકાણ અને વેપારની અપાર સંભાવનાઓ છે. […]

વિયેતનામમાં ભારત અને યુકેનો વેરીઅન્ટ મળી આવ્યો

વિયેતનામમાં ભારત અને યુકેનો કોરોના વાયરસનો વેરિઅન્ટ મળ્યો પાકિસ્તાનમાં પણ કોરોનાનો બી.1.617.2 વેરીઅન્ટ મળ્યો વિયેતનામમાં મળેલ કોરોના વાયરસ વેરીઅન્ટ હવામાં ઝડપી પ્રસરે છે નવી દિલ્હી: વિયેટનામમાં ભારત અને યુકેના વેરીઅન્ટ બંનેના લક્ષણો ધરાવતો નવો કોરોના વાયરસ મળી આવ્યો છે તેવું વિયેટનામના આરોગ્ય પ્રધાન ગુયેન થાન્હ લોંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ નવો કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code