1. Home
  2. Tag "Visit"

PM 1લી એપ્રિલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ભોપાલ-દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1લી એપ્રિલના રોજ ભોપાલની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પીએમ ભોપાલના કુશાભાઉ ઠાકરે હોલમાં કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2023માં હાજરી આપશે. ત્યારબાદ, લગભગ 3:15 PM પર, વડાપ્રધાન ભોપાલ અને નવી દિલ્હી વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન, ભોપાલ ખાતે લીલી ઝંડી બતાવશે. સૈન્ય કમાન્ડરોની ત્રણ દિવસીય કોન્ફરન્સ […]

દ્વારકા: દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે કરાયેલી કાર્યવાહીનું CM પટેલે નિરીક્ષણ કર્યુ

દ્વારકા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. ૬.૧૩ કરોડથી વધુના મૂલ્યની ૧૪ લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી […]

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ચણા-રાયડા ખરીદ કેન્દ્રની કૃષિમંત્રીએ મુલાકાત લીધી, ખેડૂતોની સમસ્યા સાંભળી

અમદાવાદઃ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. મંત્રીએ ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ રવિવારે કર્ણાટકની મુલાકાતે જશે, ગુજરાતી સમાજને મળશે

અમદાવાદઃ ભાજપ ચૂંટણી મેનેજમેન્ટને કારણે જ જીતે છે. કારણ કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે. લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે તેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતના તમામ સાંસદોની બેઠક […]

ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય મહેસૂલ સેવાની 76મી બેચના અધિકારી તાલીમાર્થીઓ અને CPWD (2020 અને 2021 બેચ)ના આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી હતી. ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર માટે પ્રત્યક્ષ કર એકત્ર કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે જેમાં અત્યંત અસરકારકતા અને પારદર્શિતાની આવશ્યકતા […]

અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમમાં PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PMએ ખેલાડીઓ સાથે ખાસ મુલાકાત

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાના પીએમ ગઈકાલે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યાં હતા. બંને દેશના પીએમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસની મેચ નીહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યાં હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મિત્રતાના 75 વર્ષની ઉજવણી છે. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને મોમેન્ટો આપીને આવકાર્યા […]

એક ભારત શ્રેષ્ઠ ભારત: ‘યુવા સંગમ’ કાર્યક્રમ હેઠળ અસામના વિદ્યાર્થીઓ-યુવાનો ગુજરાતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) પહેલ હેઠળ શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળના ‘યુવા સંગમ’ કાર્યક્રમના ભાગ રૂપે, 18 વિદ્યાર્થીઓ અને કેમ્પસ સિવાયના યુવાનો આસામના અધિકારીઓ સાથે 24 ફેબ્રુઆરી અને 02 માર્ચ, 2023 દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તેઓ પાંચ વ્યાપક ક્ષેત્રો – પર્યટન (ટુરિઝમ), પરંપરા (ટ્રેડિશન), પ્રગતિ (ડેવલપમેન્ટ), પ્રોદ્યોગિકી (ટેક્નોલોજી) […]

નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી સવારે લખનૌ જશે જ્યાં તેઓ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે. બપોરેના સમયે તેઓ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રાષ્ટ્રને બે રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે – સાંતાક્રુઝ ચેમ્બુર લિંક […]

શ્રીલંકાની એક જ મહિનામાં એક લાખથી વધારે પ્રવાસીઓની લીધી મુલાકાત

બેંગ્લોરઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે. શ્રીલંકાની મોટાભાગની આવક પ્રવાસન ક્ષેત્રમાંથી થાય છે. દર વર્ષે શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ કોરનાને પગલે કેટલાક પ્રતિબંધોને પગલે શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. જેથી શ્રીલંકામાં આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા શ્રીલંકાને ભારતે પણ આર્થિક મદદ પુડી પાડી […]

ગુજરાતઃ 3 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ડબલ થઈ, 2022માં 12 કરોડ ટુરીસ્ટોએ લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં ધાર્મિક સ્થળોની સાથે જ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, કચ્છનું સફેદ રણ, અંબાજી, ગીર અભ્યારણ, બનાસકાંઠાના રીંછ અભ્યારણ તથા મોઢેરા સૂર્યમંદિર સહિતના સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. પ્રવાસન સ્થળોના વિકાસને પગલે પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં છ કરોડ પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code