1. Home
  2. Tag "Visit"

વડોદરાઃ VCCI એક્સ્પો 2023ની અત્યાર સુધીમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના સૌ થી મોટા વ્યાપાર,ઉદ્યોગ અને સેવા પ્રદર્શનમાં જેનો સમાવેશ થાય છે એવા વીસીસીઆઈ એક્સ્પો 2023માં રોજે રોજે નવા નવા વિક્રમો સર્જાઈ રહ્યાં છે અને વ્યાપાર ઉદ્યોગ જગતને એનો સકારાત્મક લાભ મળી રહ્યો છે. વડોદરામાં યોજાઈ રહેલા આ એક્સ્પોની અત્યાર સુધીમાં ચાર લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. વીસીસીઆઈ ના અધ્યક્ષ એમ.જી.પટેલ અને એક્સ્પોના […]

કુલપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ફરી ગુજરાત વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ફરી આજે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ઓચિંતી મુલાકાત લીધી હતી. ‘સ્વચ્છતા અભિયાન’ પછી વર્તમાન સ્થિતિની જાણકારી મેળવવા તેમણે છાત્રાલય અને શૈક્ષણિક ભવનોના ધાબા-અગાશીઓ જોઈ હતી. અગાશીઓમાં કાટમાળ, કૂડો-કચરો, બિનજરૂરી માલસામાન અને ભંગાર હાલતમાં બંધ પડેલી સોલાર પેનલ્સ જોઈને તેવો અત્યંત વ્યથિત થયા હતા. તેમણે તત્કાળ સ્વચ્છતા માટે […]

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે 13 તારીકે તેઓ અમદાવાદ આવી પહોંચશે. તેમજ મોહન ભાગવત પૂ. વિજ્યરત્ન સુંદર સુરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લેશે.આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોહન ભાગવતની અમદાવાદ મુલાકાત લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 13મી જાન્યુઆરીના […]

ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી […]

પીએમ મોદી અને માઈક્રોસોફ્ટ કોર્પો.ના સીઈઓ સત્ય નડેલા વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ટેક્નોલોજી અને ઈનોવેશનમાં ભારતની પ્રગતિ ટેકની આગેવાની હેઠળના વિકાસના યુગની શરૂઆત કરી રહી છે. Thank you @narendramodi for an insightful meeting. It’s inspiring to see the government’s deep focus on sustainable and inclusive economic growth […]

PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે પીએમ હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ બપોરે 12 વાગ્યે […]

ગાંધીનગરઃ રાધવજી પટેલે કૃષિભવનમાં કાર્યરત કચેરીઓની લીધી મુલાકાત

અમદાવાદઃ કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તમામ અધિકારી-કર્મચારીઓ નિયમિતતા અને પૂરી ક્ષમતા સાથે સંનિષ્ઠ પ્રયાસો થકી ખેડૂત કલ્યાણની યોજનાઓના લાભો સત્વરે મળી રહે તે માટે ખાતાના વડાઓને સૂચના આપી હતી. તેમજ મંત્રી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ગુજરાતના વિકાસ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની સૌજન્ય મુલાકાત કરી […]

મધ્યપ્રદેશઃ સીએમ શિવરાજસિંહે સ્કૂલની મુલાકાત લીધી, બાળકોને ભણાવતો વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ અહીં જોવા મળી રહી છે. સીએમ શિવરાજનો આ વીડિયો સિહોરના નસરુલ્લાગંજની સીએમ રાઇઝ સ્કૂલનો છે. આ વીડિયોમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સ્કૂલ પહોંચ્યા બાદ બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સીએમ શિવરાજે બાળકો સાથે ક્રિકેટ પણ રમી હતી. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code