1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ગુજરાતના વિકાસ અંગે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિજી સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

દિલ્હીની મુકાલાતે ગયેલા ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભૂપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code