1. Home
  2. Tag "Visit"

ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દિવસનો પ્રવાસનો કાર્યક્રમ રદ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા. જો કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે પીએમ મોદીનો પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદીજી મુર્મૂનો પણ કેવડિયાનો પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

PM મોદી 12મી જુલાઈએ દેવધર અને પટણાની મુલાકાતે જશેઃ બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદઃ  કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ […]

જુલાઈ મહિનામાં ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે વડાપ્રધાન

અમદાવાદઃ તાજેતરમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ અને વડોદરામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું હતું. દરમિયાન હવે આગામી જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. આ મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં […]

નર્મદાઃ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસની ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ નર્મદામાં સ્થાપવામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે ઉભા થનારા કેમ્પસની કેન્દ્રીય આદિજાતિ વિકાસ સચિવે મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે યુનિવર્સિટીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્બારા 2017માં રાજપીપલા જિ.નર્મદા ખાતે સ્થાપવામાં આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનાં રૂા. 341 કરોડનાં ખર્ચે ઉભા થનાર મુખ્ય […]

રાજકોટમાં ગૃહરાજ્યમંત્રીએ વેપારી-ઉદ્યોગકારો સાથે મુલાકાત બાદ SITની રચના કરવા કર્યો આદેશ

રાજકોટ:  રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વેપારીઓના નાણાકીય ફ્રોડના કેસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાં પરત અપાવવા એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવશે. એવું સંઘવીએ આશ્વાસન આપ્યુ હતુ. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ન્યાયિક બાબતોને લઈને ચેમ્બર ઓફ કોમર્સ, […]

PM મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળીને ભાવુક થયાં, શિક્ષકે પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી આર્શિવાદ આપ્યા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે નવસારીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું હતું. તેમજ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળ્યાં હતા. તેમની મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકો ગુરુ-શિષ્યની મુલાકાતનો સ્નેહ ભરેલો […]

રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવેલા શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત

ગાંધીનગરઃ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી અને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શિક્ષણ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલન કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યના શિક્ષણ મંત્રી, તેમજ વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ અલગ-અલગ ચાર જૂથમાં વહેંચાઈને સેક્ટર-19, ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પીએમ મોદી નવનિર્મિત રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લેશે. ત્યારબાદ સ્થળ પર જાહેર કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. લગભગ બપોરે 4 કલાકે, વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, વિકાસલક્ષી કાર્યનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવશે. તા. 28 અને 29મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમિત શાહ આઈપીએલની ફાઈનલ જોવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code