1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુલાઈ મહિનામાં ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે વડાપ્રધાન
જુલાઈ મહિનામાં ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે વડાપ્રધાન

જુલાઈ મહિનામાં ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે વડાપ્રધાન

0

અમદાવાદઃ તાજેતરમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ અને વડોદરામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું હતું. દરમિયાન હવે આગામી જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. આ મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા 150થી વધારે બેઠકો ઉપર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાના પ્રારંભમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ અષાઢી બીજના દિવસે વહેલી સવારે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક વિકાસલક્ષી યોજનાનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આગામી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.