1. Home
  2. Tag "Visit"

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ રચ્યો ઇતિહાસ, 7 લાખ લોકોએ લીધી લંડન મ્યુઝિયમની મુલાકાત

લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ મુલાકાતીઓની સંખ્યામાં ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ‘એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ની મુલાકાત લીધી છે. ઊર્જા અને આબોહવા પરિવર્તનના થીમ પર આધારિત આ ગેલેરી લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ લંડનના પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ ખાતે […]

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે. આ મુલાકાતની જાહેરાત શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સંસદમાં પોતાના સંબોધન દરમિયાન કરી હતી. શ્રીલંકાના ન્યૂઝ પોર્ટલ Adedarana.lk ના અહેવાલ મુજબ, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે પહેલાથી જ પુષ્ટિ આપી હતી […]

ભારતીય નૌકાદળ સામગ્રી વ્યવસ્થાપન સેવા અને ભારતીય નૌકાદળ શસ્ત્રાગાર સેવાના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ સામગ્રી વ્યવસ્થાપન સેવા અને ભારતીય નૌકાદળ શસ્ત્ર સેવાના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ વધી રહ્યો છે, ત્યારે દેશો દરિયાઈ સહયોગ વધારી રહ્યા છે અને સંયુક્ત કવાયતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતની મોટી ભૂમિકા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]

પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં […]

એલોન મસ્ક અને પીએમ મોદીની મુલાકાત બાદ ટેસ્લાએ ભારતમાં ભરતી શરૂ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત બાદ એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. ટેસ્લાએ તેના લિંક્ડઇન પેજ પર 13 થી વધુ પદો માટે નોકરીઓની જાહેરાત કરી છે. આ નોકરીઓ મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં ઓફર કરવામાં આવી રહી છે. ટેસ્લા […]

મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 12મી ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 10મી ફેબ્રુઆરીએ વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ મોદી ફ્રાન્સાં એઆઈ સમિટમાં અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોઈન દ્વારા આયોજીત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહેશે. જે બાદ વડાપ્રધાન તા. 12મી ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રવાસે જશે. તા. 12 અને 13 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમેરિકાની મુલાકાત લેશે. આ સમયગાળામાં પીએમ મોદી અમેરિકાના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે. આ દરમિયાન, PM ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થશે. બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા પણ ઘણી વખત ઓડિશાની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વખતે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code