1. Home
  2. Tag "Visit"

ઉપરાષ્ટ્રપતિ રવિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ […]

ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ […]

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ : ફેઝ 1માં 20 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદઃ અમદાવાદના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા, વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે 2019માં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો. આના તર્જ પર 12 ઓક્ટોબર એટલે કે દશેરાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો શુભારંભ કરાવ્યો હતો.  આ ફેસ્ટિવલમાં વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 2025ની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2025 ની શરૂઆતમાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. બંને નેતાઓ વચ્ચે વાર્ષિક બેઠકો માટે ચાલુ પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “અમારા નેતાઓએ વર્ષમાં એકવાર મળવાનો કરાર કર્યો છે. આ વખતે […]

અમિત શાહ 28 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે જશે. આ સમય દરમિયાન, તેઓ મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં વહીવટી અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરે તેવી શક્યતા છે. વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરશે જેમાં રાજ્યના વિકાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા […]

વિદેશમંત્રી એસ.જયશંકરની રોમમાં બ્રિટનના વિદેશ મંત્રી સાથે મુલાકાત, બંને દેશ વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે રોમમાં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરી હતી. આ બેઠક ઈટાલી દ્વારા આયોજિત G7 વિદેશ મંત્રીઓની બેઠકના આઉટરીચ સત્ર પહેલા થઈ હતી. આમાં ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. “હું ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિની પ્રશંસા કરું છું. ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, વેપાર તેમજ ઈન્ડો-પેસિફિક અને […]

અમેરિકાઃ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે મુલાકાતમાં સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ

ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં […]

AMCને દિવાળી ફળી, કાંકરિયા લેક ફ્રન્ટ, અને ઝૂની બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

AMCને લેક ફ્રન્ટ અને ઝૂની 3 દિવસમાં 43 લાખની આવક થઈ, કાંકરિયા લેક ફ્રન્ટ સોમવારે રજાના દિવસે ચાલુ રખાયું, પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળી અમદાવાદઃ  શહેરમાં દિવાળીનું મીની વેકેશન મ્યુનિ,કોર્પોરેશનને ફળ્યુ છે. દિવાળીની રજાઓમાં સરકારી કચેરીઓ, ખાનગી એકમો, અને રોજગાર-ધંધાઓ બંધ રહ્યા હતા. અને લોકો પોતાના પરિવાર સાથે શહેરના વિવિધ ફરવા લાયક સ્થળોની […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે તહેવારો પર મુસાફરો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે સત્તાવાળાઓ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code