
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 10મી ફેબ્રુઆરીએ વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ મોદી ફ્રાન્સાં એઆઈ સમિટમાં અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોઈન દ્વારા આયોજીત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહેશે. જે બાદ વડાપ્રધાન તા. 12મી ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રવાસે જશે. તા. 12 અને 13 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમેરિકાની મુલાકાત લેશે. આ સમયગાળામાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત કરશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિના આમંત્રણ પર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10-12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાતે આવશે. પીએમ અહીં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે, જેમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ અને ચીનના નાયબ વડા પ્રધાન સહિત અનેક રાષ્ટ્રના વડાઓ હાજરી આપશે. પીએમ મોદી 10 ફેબ્રુઆરીની સાંજે પેરિસ પહોંચશે, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. આ પછી, પીએમ મોદી અમેરિકાની પણ મુલાકાત લેશે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે. ટ્રમ્પ દ્વારા બીજી વખત શપથ લીધા પછી પીએમ મોદીની આ પહેલી મુલાકાત હશે. નવા વહીવટીતંત્રના સત્તામાં આવ્યાના ત્રણ અઠવાડિયામાં, પીએમ મોદીને અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, પીએમ મોદીએ 2017 અને 2019 માં અમેરિકાની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં પીએમના ખાસ દૂત તરીકે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. નવા યુએસ વિદેશ મંત્રીની પહેલી દ્વિપક્ષીય મુલાકાત ભારતના વિદેશ મંત્રી સાથે હતી. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે (6 ફેબ્રુઆરી, 2025) યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગર્થ સાથે ફોન પર વાત કરી.