1. Home
  2. Tag "Washington"

રેર અર્થ્સ ગેમમાં ચીનનું પતન નિશ્ચિત છે! અમેરિકાએ ભારતને મોકલ્યું ખાસ આમંત્રણ

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: આજે, તમારા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોનથી લઈને રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત ફાઇટર જેટ સુધી, દરેક આધુનિક ટેકનોલોજીનું જીવન રક્ત “ક્રિટિકલ મિનરલ્સ” એટલે રેર અર્થમાં રહેલું છે. ટેકનોલોજીની આ દુનિયામાં એક મોટો પરિવર્તન આવવાનો છે. ચીનની સર્વોપરિતાને પડકારવા માટે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેમેન્ટે પુષ્ટિ આપી છે […]

વોશિંગ્ટન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઘણા મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલાઃ ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે વોશિંગ્ટન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઘણા મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા છે. ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચતા પહેલા થોડા સમય પહેલા એક નિવેદનમાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના પ્રસ્તાવમાં સમાવિષ્ટ “સંવેદનશીલ મુદ્દાઓ” પર વધુ ચર્ચા કરવાની જરૂર છે, જેમાં સુરક્ષા ગેરંટી અને પૂર્વીય યુક્રેનિયન પ્રદેશોના નિયંત્રણનો સમાવેશ થાય છે. […]

અમેરિકાએ 85 હજાર વિઝા રદ્દ કર્યા, ટ્રમ્પ પ્રશાસન પોતાના લોકોની સુરક્ષા માટે ગંભીર

વોશિંગ્ટનમાં થયેલા ગોળીકાંડ બાદ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને આ વર્ષે વિવિધ શ્રેણીઓમાં 85,000 વિઝા રદ્દ કર્યા છે. એક વરિષ્ઠ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અધિકારીએ જણાવ્યું કે આ પગલું અમેરિકન સમુદાયોની સુરક્ષા અને જાહેર સુરક્ષાના ધોરણોને લાગુ કરવા માટે લેવામાં આવ્યું છે. વિદેશ વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, “અમે તમામ શ્રેણીઓના 85,000 વિઝા રદ્દ કર્યા છે, […]

સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે વોશિંગ્ટનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં ગયેલા સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે તેમને સરહદ પાર આતંકવાદ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના મજબૂત અને મક્કમ વલણ વિશે માહિતી આપી.અમેરિકન કાયદા નિર્માતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની ભાવનાથી આતંકવાદનો […]

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેપિટોલ યહૂદી સંગ્રહાલય પાસે કરવામાં આવી હતી, જે FBI ફિલ્ડ ઓફિસથી થોડા જ પગલાં દૂર છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ આ અંગે માહિતી આપી છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે બુધવારે સાંજે વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની યહૂદી સંગ્રહાલય નજીક […]

ભારત અને અમેરિકાના અધિકારીઓની વોશિંગ્ટનમાં બેઠક, દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચાલી રહેલી ચર્ચાના ભાગરૂપે ભારતના વાણિજ્ય વિભાગ અને ઓફિસ ઓફ ધ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રતિનિધિઓએ 23-25 એપ્રિલ, 2025 દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં બેઠક યોજી હતી. જે અગાઉ માર્ચ, 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય ચર્ચાને અનુસરે છે. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી બેઠકો દરમિયાન, ટીમે ટેરિફ અને નોન-ટેરિફ બાબતોને આવરી લેતા વ્યાપક […]

યુરોપમાં ચિંતા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ PM કીર સ્ટારમર વોશિંગ્ટન જશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુક્રેન પ્રત્યે કડક વલણ અને ત્રણ વર્ષના સંઘર્ષ પર મોસ્કો સાથે વાતચીતને લઈને યુરોપમાં ચિંતા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર આગામી અઠવાડિયે વોશિંગ્ટન જશે. યુરોપની બે પરમાણુ શક્તિઓના નેતાઓ, જેઓ અલગથી મુસાફરી કરશે, તેઓ ટ્રમ્પને કોઈપણ કિંમતે વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધવિરામ કરાર માટે ઉતાવળ ન […]

અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે અમેરિકા પણ તૈયાર,વોશિંગ્ટનમાં હિન્દુઓએ કાઢી ભવ્ય રેલી

લખનઉ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલા ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંદિરનું બાકીનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ભારતની સાથે વિદેશોમાં પણ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. માહિતી અનુસાર […]

PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે […]

વોશિંગ્ટનઃ યુએસ કેપિટોલ હિલમાં પ્રથમ વખત હિંદુ-અમેરિકન સમિટ યોજાઈ

દિલ્હી : અમેરિકાની સત્તાના કેન્દ્ર યુએસ કેપિટોલ હિલમાં અમેરિકાની પ્રથમ હિંદુ-અમેરિકન કોન્ફરન્સ થઈ હતી. આ કોન્ફરન્સ 14 જૂને થઈ હતી, જેનો હેતુ અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયની  સમસ્યાઓ તરફ અમેરિકન કાયદા ઘડનારાઓનું ધ્યાન દોરવાનો હતો. આ કોન્ફરન્સને અમેરિકન ફોર હિંદુજ નામ આપવામાં આવ્યું હતું. આ હિંદુ સંમેલનના સ્થાપક અને અધ્યક્ષ રોમેશ જાપરાએ જણાવ્યું કે આ સંમેલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code