1. Home
  2. Tag "will run"

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઈઝ-1ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પૂર્ણ કરાયા છે. હવે આગામી નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાશે, મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25  હશે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ […]

અમદાવાદના SG હાઈવે પર હવે ST બસો ઓવરબ્રિજને બદલે સર્વિસ રોડ પરથી દોડશે

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર ઈસ્કેન, પકવાન સહિત અનેક ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. ત્યારે એસટી બસો ઓવરબ્રીજ પરથી પસાર થતી હોય ઓવરબ્રીજ નીચે આવેલા એસટી સ્ટેન્ડ પર મુસાફરોને બસની રાહ જોઈને બેસી રહેવું પડે છે.  ડાયરેક્ટ ઓવરબ્રીજ ઉપરથી એસ ટી બસો પસાર થઇ જતી હોવાથી મુસાફરોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી એસ ટી નિગમે […]

કોરોનાના સમયે બંધ કરાયેલી ઓખા-નાથદ્વારા સાપ્તાહિક ટ્રેન 10મી ઓગસ્ટથી ફરીવાર દોડશે

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા કોરોના કાળ દરમિયાન અનેક ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાનો કાળ પૂર્ણ થતાં અને જનજીવન પણ રાબેતા મુજબનું બની જતાં બંધ કરાયેલી ટ્રેનો પુનઃ શરૂ કરવાની માગ ઊઠી હતી. આખરે રેલવેના સત્તાધિશોએ  ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન 10 ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનું બુકીંગ પણ 4 ઓગસ્ટથી શરૂ કરવામાં […]

અમદાવાદમાં SG હાઈવે પર એસટી બસોને સર્વિસ રોડ પર દોડાવવા, નિયત સ્ટેન્ડે ઊભી રાખવા સુચના

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર નિયત કરેલા સ્ટેન્ડ પર એસટી બસ ઊભી રહેતી ન હોવાની ફરિયાદ ઊઠી છે. એસજી હાઈવે પર ઓવરબ્રીજ પરથી એસટી બસો પસાર થતી હોવાથી ઘણા સ્ટેન્ડ ઓવરબ્રીજની નીચે આવી ગયા છે. આથી એસટી નિગમે આદેશ કર્યો છે કે, એસટી હાઈવે પર સર્વિસ રોડ પર એસટી બસ ચલાવવી તેથી નિયત સ્ટેન્ડ […]

અમદાવાદથી દોડતી અડધો ડઝન ટ્રેનો વડોદરાને બદલે છાયાપુરી થઈને જશે

વડોદરાઃ  પશ્ચિમ રેલવેની વાયા અમદાવાદ દોડતી 6 જોડી ટ્રેનો હવે છાયાપુરી ઉભી રહેશે. એટલે કે આ ટ્રેનો વડોદરા નહીં જાય અને છાયાપુરી થઈ અમદાવાદ તરફ આવશે અને જશે. આ ટ્રેનો વડોદરા નહીં જાય તેનાથી વડોદરા સ્ટેશન પર એન્જિન રિવર્સલ જોડવાની સમસ્યાથી છુટકારો મળશે અને તેના કારણે સમયની પણ બચત થશે. પશ્વિમ રેવલેના સૂત્રોએ જણાવ્યું હતું […]

બોટાદ-અમદાવાદની બ્રોડગેજ લાઈન પર ભાવનગર – સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરાશે

બોટાદઃ અમદાવાદ-બોટાદ વચ્ચે મીટરગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામ મહિનાઓ પહેલા જ પૂર્ણ થઈ ગયું છે. હવે ઇન્સ્પેક્શન ની જે કોઈ બાકી કામગીરી છે તે ફેબ્રુઆરીમાં આટોપી લેવામાં આવશે અને ટૂંક સમયમાં ભાવનગર સાબરમતી વાયા બોટાદ ગાંધીગ્રામ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. તેવું ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ […]

વિરમગામ-અમદાવાદ વચ્ચે કાલે સોમવારથી મેમુ ટ્રેન નિયમિત દોડશે

અમદાવાદઃ પશ્વિમ રેવલે દ્વારા અમદાવાદ-વિરમગામ વચ્ચેની મેમુ ટ્રેન આવતીકાલ તા. 1લી નવેમ્બરને સોમવારથી દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ  મેમુ ટ્રેન ફરી શરૂ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ડિવિઝનલ મેનેજરને રજુઆત કરી હતી.. લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ રેલવે તંત્ર દ્વારા મેમું ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,1લી નવેમ્બરને સોમવારથી […]

એસટી નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ, વડોદરા અને રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

અમદાવાદઃ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે જાહેર પરિવહન સેવાના વાહનો પણ ઈલેક્ટ્રિક્સ (ઈવી)માં તબદિલ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં બીઆરટીએસની કેટલીક બસો ઈલેક્ટ્રિક બનાવીને દોડાવવામાં આવી રહી ચે તેને સારીએવી સફળતા મળી છે.હવે એસટી નિગમ પણ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરી રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code