દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર
અમદાવાદ: હાલ ભારતમાં ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને હેલ્થ સહિતના ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની ઉપર દુનિયાની નજર મંડાયેલી છે, ભારત પાસે ભરપુર ટેલેન્ટ છે જેથી વર્ષ 2047 સુધીમાં ભારત દુનિયાનું સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતા ત્રણ દેશમાં સામેલ હશે, તેવો વિશ્વાસ વિદેશ મંત્રી એસ.જયશંકરે વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું કે, આજે દુનિયાના રાજકારણમાં મહાભારત જેવી […]


