1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર
દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર

દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર

0
Social Share

અમદાવાદ: હાલ ભારતમાં ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને હેલ્થ સહિતના ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની ઉપર દુનિયાની નજર મંડાયેલી છે, ભારત પાસે ભરપુર ટેલેન્ટ છે જેથી વર્ષ 2047 સુધીમાં ભારત દુનિયાનું સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતા ત્રણ દેશમાં સામેલ હશે, તેવો વિશ્વાસ વિદેશ મંત્રી એસ.જયશંકરે વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું કે, આજે દુનિયાના રાજકારણમાં મહાભારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે જે તે દેશ પોતાના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધે છે. વર્ષ 2014 પછી ભારત અને ભારતની વિદેશ નીતિનો નવા યુગમાં પ્રવેશ થયો હતો.

કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે લખેલા પુસ્તક “The India Way: Strategies for an Uncertain World”ની ગુજરાતી આવૃત્તિ ‘નવા ભારતની રણનીતિ’નું અમદાવાદમાં વિમોચન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, મે ડિપ્લોમેસીમાં આખી જીંદગી ગુજારી છે તેના અનુભવો આ પુસ્તકમાં લખવામાં આવ્યાં છે. વર્ષ 2014 પછી ભારત અને ભારતની વિદેશ નીતિનો નવા યુગમાં પ્રવેશ થયો છે તેને પબ્લીક સામે લાવવી જરૂરી છે. વિદેશ નીતિની ચર્ચા સમગ્ર દેશમાં માત્ર દિલ્હીમાં થાય છે પરંતુ મારો ઈરાદો તેને પ્રજા સમક્ષ મુકવાનો છે. જાન્યુઆરી 2018માં નિવૃત્તિ બાદ 2018-19માં વિવિધ દેશોમાં ફર્યો હતો અને અનેક લેકચરમાં ઉપસ્થિત રહ્યો હતો. તેમાં જે ફીડબેક મળ્યાં તેનો આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, અવધ ઉપર એક ચેપ્ટર છે, આપણું ફોક્સ વિકાસ, ઈકોનોમી અને રાજનીતિ ઉપર હોવું જોઈએ, પરંતુ સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં કોઈ ઘુસી ના જાય, ગ્લોબલાઈઝેશન આપણી જીંદગીને પણ અસર કરે છે. અન્ય એક ચેપ્ટર ‘ડોગમાસ ઓફ ડેલ્હી’ છે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તેમણે શપથ સમારંભમાં પડોશી દેશના વડાપ્રધાનોને આમંત્રણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા હતા કેમ કે આ એક અલગ આઈડિયા હતો. અત્યાર સુધી ભારતમાં આવુ થયું ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે જ જુના વિચારોને ચેલેન્જ કર્યાં હતા. દુનિયા સાથે ડિલીંગ મુદ્દે વિદેશનીતિમાં કેવી રીતે વિચાર બદલવા અને સ્વભાવ તેનું મહત્વનું હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે, 1947માં આપણી પાસે ક્ષમતા ન હતી પરંતુ આજે આપણે ઈકોનોમીમાં દુનિયાના પ્રથમ પાંચ દેશમાં સ્થાન મેળવીએ છીએ, દુનિયાની ઈકોનોમીમાં 20માં ક્રમે હોય તેની અને 5માં ક્રમે હોય તેમના વિચાર સરખા ન હોય, આમ આદતો બદલીએ તો બદલાવ આવશે. તેમણે કહ્યું કે, જે સરકારમાં હોય તેમને પ્રજાના વિચારોની જાણકારી હોવી જોઈએ, પ્રજાના ફિડબેક મહત્વના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરેટ શબ્દ ફીડબેક છે, તેઓ નેતાઓ અને અધિકારીઓને લોકોના ફિડબેક જાણવાનું કહે છે. આમ સુશાસનમાં ફીડબેક ખુબ મહત્વનું છે.

તેમણે કહ્યું કે, ચાઈના વિશે પણ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે, આપણો સુપર પડોશી દેશ છે. તેમની તાકાત, અર્થતંત્ર, પ્રગતિ અને ઉન્નતિનો અભ્યાસ કરવો જોઈએ, તેમણે કહ્યું કે, જાપાન વિશે કોઈ લખતું નથી પરંતુ મે જાપાન વિશે લખવાનો પ્રયાસ કર્યો છે. દેશની પ્રજાના વિચાર જાપાન સાથે જોડાશે તો ભારત અને જાપાનના સંબંધ વધારે મજબુત બનશે. આપણે હિંદ મહાસાગર વિશે વિચારીએ છીએ, હાલ 50 ટકાથી વધુ વેપાર પૂર્વ તરફ થાય છે, પરંતુ વિકાસ માટે ઐતિહાસિક સીમાને પાર કરવી ખુબ જ જરૂરી છે.

ભારતના ભાગલા, ઈકોનોમી રિફોર્મ અને ન્યૂક્લીયર ડીલના કારણે દેશને ભારે અસર થઈ છે. તેના પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ. હવે કેવી રીતે આગળ વધવુ તેની રણનીતિ હોવી જોઈએ. પીએમ મોદીની સરકારનું માનવું છે કે, પાડોશી પ્રથમ હોવો જોઈએ, એટલે આપણે પ્રથમ પાડોશી દેશો અને પછી થોડા દુરના પાડોશી દેશો સાથે સંબંધ વધારે મજબુત બનાવી રહ્યાં છીએ. આપણા હિતને આગળ વધારવા માટે બધાની સાથે સારા સંબંધ રાખવા જરૂરી છે. આમ દુનિયામાં વિદેશ નીતિ ‘સબકા સાથ સબકા વિશ્વાસની પોલીસી’થી ચાલે છે. દુનિયા આપણા વિશે ડિફાઈન કરશે કે આપણે પોતાને ડિફાઈન કરીશું, તે સૌથી મોટો પડકાર છે.

મહાભારતને કુટનીતિની રીતે જોઈએ તો આટલી સારી કથા દુનિયામાં ક્યાં નહીં મળે, તેનો આપણે જ ગર્વ નહીં લઈએ તો દુનિયા કેવી રીતે તેનો ગર્વ લેશે. દુનિયા મહાભારત વિશે જાણે છે પરંતુ નાના-નાના ભાગમાં જાણે છે, પરંતુ તેનું પુરુ ચિત્ર દુનિયા સામે લાવવું મહત્વનું છે, દુનિયાની સ્થિતિ અને મહાભારતનો પ્લોટ એક સમાન છે, અર્જુનની સમસ્યા હતી કે, યુદ્ધ કેવી રીતે કરવું અને તેનું શું પરિણામ આવશે. દુનિયાના રાજકારણમાં પણ આ સમસ્યા છે, એટલે વિવિધ દેશો પોતાના હિતને વધારે મહત્વ આપીને સંબંધ મજબુત કરવાના પ્રયાસો કરે છે. રાજકારણમાં ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવે છે ત્યારે કઠોર નિર્ણય લેવા પડે છે. હવે ફરીથી પુસ્તક લખીશ તો ચોક્કસ રામાયણ ઉપર લખીશ, તેમાં પણ સાયન્સ અને પોલિટિક્સ સહિતના મુદ્દા છે.

તેમણે વિદેશ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ મુદ્દે કહ્યું હતું કે, હું તેમને ભારતની મિલકત તરીકે જોવું છું, આજે દુનિયાના વિવિધ દેશોમાં ભારતીયો વસવાટ કરે છે અને તેમને ભારત તરફ શ્રદ્ધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેઓ જે કામથી ગયા હોય તે પૂર્ણ કરવાની સાથે જે તે દેશ-શહેરના સુંદર સ્થળો પર જવાનું પસંદ કરે છે અને તેમના એચિવમેન્ટને ભારતમાં લાવવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, આગામી 25 વર્ષમાં ભારત દુનિયાના સૌથી મોટી 3 ઈકોનોમી ધરાવતા દેશોમાં સામેલ હશે. આપણી પાસે ટેકનોલોજીની સાથે ટેલેન્ટ પણ છે, હાલ દેશમાં જેટલી પણ પ્રગતિ થાય છે તેને દુનિયા જોઈ રહી છે. દેશમાં એકતા ખુબ જ મહત્વની છે, તો તમામ પડકારોનો સામનો કરી શકીશું.

ડો. વિજય ચૌથાઈવાલેએ પુસ્તકની ભૂમિકા આપી હતી, આ ઉપરાંત આર.આર શેઠ એન્ડ કંપનીના નિયામક ચિંતનભાઈ શેઠે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ભારતીય વિચાર મંચના પ્રાંત અધિકારી શ્રી સુનિલભાઈ શાહે આભારવિધિ કરી હતી. આ પુસ્તકનો અનુવાદ સિનિયર પત્રકાર રાજ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંચાલન ભારતીય વિચારમંચ અમદાવાદ શહેરના અધ્યક્ષ ડૉ. શીરિષી કાશિકરે કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code