
ફરવા જતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન,નહીં થાય આર્થિક નુક્સાન
ક્યારેક લોકો ફરવા જતા હોય છે ત્યારે હંમેશા બજેટ વધી જતું હોય છે અને પાછળથી આર્થિક તંગી પણ આવી જતી હોય છે. ફરવા જતા હોય ત્યારે કેટલીક વાતનું ધ્યાન પણ રાખવામાં આવતું નથી તેના કારણે ખર્ચા પણ વધી જતા હોય છે, આવામાં જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખર્ચા ઘણા ઓછા થઈ જાય છે અને બચત પણ સારી એવી થઈ જાય છે.
તહેવારોની સિઝનમાં ઘરે પાછા ફરવા માંગતા હો અથવા ફ્લાઇટ દ્વારા કોઈ અન્ય સ્થળે જવા માંગતા હો, તો તમારે લેટ ટિકિટ બુકિંગ ટાળવું જોઈએ. આ ભૂલને કારણે પાછળથી ટિકિટ મળતી નથી અને મુસાફરીની મજા જ બગડી જાય છે. આ ઉપરાંત જો વાત કરવામાં ટ્રાવેલ પેકેજની તો ટ્રાવેલ પેકેજના ઘણા ફાયદા છે, પરંતુ મોટાભાગના પ્રવાસીઓ તેની પરેશાની તરીકે અવગણવાની ભૂલ કરે છે. અથવા માહિતીના અભાવે તેઓ ટ્રાવેલ પેકેજ બિલકુલ બુક કરતા નથી. ટ્રાવેલ પેકેજમાં તમને રહેઠાણ, હોટેલ ટ્રાન્સપોર્ટેશન અને ડેસ્ટિનેશન ટુર જેવી સુવિધાઓ મળે છે. જો તમે કોઈપણ કારણોસર પ્રવાસ રદ કરો છો, તો ટુર સંચાલક તેને ફરીથી ગોઠવવાની સુવિધા પણ પ્રદાન કરે છે.
ઘણી વખત લોકોને નોન-હોલીડે સિઝનમાં મુસાફરી કરવી પડે છે અને તેઓ વહેલી ટિકિટ બુક કરાવે છે. આ એક ભૂલ પણ સાબિત થઈ શકે છે, કારણ કે જેમ જેમ તમારી મુસાફરીની તારીખ નજીક આવી રહી છે, એરલાઇન કંપની ટિકિટના ભાવમાં ઘટાડો કરે છે. નોન-હોલીડે સીઝનમાં, તમારે ટિકિટ બુક કરાવવામાં ઉતાવળ ન કરવી જોઈએ.