1. Home
  2. ગુજરાતી
  3. આ પ્રકારે દાઢીના વાળની રાખો કાળજી, ક્યારેય નહીં આવે સફેદ વાળ
આ પ્રકારે દાઢીના વાળની રાખો કાળજી, ક્યારેય નહીં આવે સફેદ વાળ

આ પ્રકારે દાઢીના વાળની રાખો કાળજી, ક્યારેય નહીં આવે સફેદ વાળ

0
Social Share

આજના સમયમાં મોટાભાગના લોકોને નાની ઉંમરમાં જ માથામાં તથા દાઢીમાં વાળ સફેદ આવવાનું શરૂ થઈ જાય છે, આમ તો આને એવું પણ કહેવાય કે જવાનીનો અંત થવાની શરૂઆત પણ દરેક પુરુષને માથામાં સફેદ વાળ આવે એટલે શરમ તો આવે, આ જ કારણોસર લોકો ક્લીન ફેસ રાખીને પણ ફરતા હોય છે ત્યારે આ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સામાન્ય ઉપાયથી પણ માથાના તથા દાઢીના વાળ કાળા રહી શકે છે.

પહેલો ઉપાય એ છે કે આમળાના એક ટુકડાને 2 મોટા ચમચા નારિયેળ તેલમાં નાંખી એટલુ ગરમ કરો કે તેનો રંગ બદલાઈ જાય. આ તેલને ઠંડુ કરીને દાઢીના વાળ પર સવાર-સાંજ લગાવી માલિશ કરો. આમ કરવાથી દાઢી-મૂછના વાળ સફેદ નહિં થાય. ગાયના દૂધમાંથી બનાવેલા માખણથી મૂછ અને દાઢીના વાળ પર રોજ માલિશ કરશો તો વાળ કાળા અને ઘટ્ટ રહેશે.અડધો કપ પપૈયાને પીસીને તેમમાં ચપટી હળદર, એક ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરીને મૂછ અને દાઢીના વાળ પર લગાવવાથી આ વાળ કાળા જ રહે છે.

અળશીમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. રોજ એક ચમચી આળશી ખાવાથી મૂછ અને દાઢીના વાળ સફેદ નથી થતા.મીઠા લીમડાને નારિયેળ તેલમાં નાંખી ઉકાળો. આ તેલને ઠંડુ કરીને મૂછ અને દાઢીના વાળ પર માલિશ કરશો તો વાળનો ગ્રોથ વધશે.

8-10 ફૂદીનાના પાનને 2 ચમચી ડુંગળીના રસમાં મિક્સ કરીને વાળ પર લગાવવાથી સફેદ વાળ દૂર થાય છે.અડધો કપ અડદની દાળ અને એક બટેટાને પીસી લો. આ પેસ્ટ લગાવવાથી દાઢી, મૂછના વાળની ચમક જળવાઈ રહે છે અને વાળ સફેદ નથી થતા. એક ટુકડો ફટકડી અને 2 ચમચી ગુલાબજળને મિક્સ કરી લો. તેને નિયમિત દાઢી મૂછ પર લગાવવાથી વાળ કાળા અને ઘટ્ટ રહેશે.

વાળને દેશી રીતે કાળા કરવા માટે સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યૂકલિપ્ટસ (નિલગિરી)નું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાત માટે લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

વાળને કાળા કરવા માટે ફટકડી તથા ગુલાબજળનો ઉપયોગ કરવો. પેસ્ટ બનાવવા માટે,પહેલા ફટકડીને છીણી લો.ત્યારપછી આ ફટકડીમાં ગુલાબજળ ભેળવીને એને માથાના વાળ તથા દાઢીના વાળ પર લગાવો. મહિનામાં 2 વાર આ ક્રિયા કરવી.

કાળા વાળને કુદરતી રીતે સફેદ વાળ થવાથી બચવા માટેની રીત ચાના પત્તાને પાણીમાં સારી રીતે ઉકાળીને એને ઠંડુ થયા બાદ વાળ પર લગાવવું. સપ્તાહમાં ઓછામાં ઓછા 2 વખત એનો ઉપયોગ કરવો. માત્ર 1 મહિનામાં તમારા વાળ કાળા થઈ જશે.

આંબાના પાનને પીસીને પેસ્ટ બનાવીને એને કુલ 15 મિનિટ સુધી વાળ પર લગાવવું. ત્યારપછી ધોઈ નાખવા એનાથી વાળ કાળા,નરમ તેમજ લાંબા થશે.મધના રસમાં આદુને ચુસ્તપણે ભેળવીને અઠવાડિયામાં 2 વખત નિયમિતપણે વાળ પર લગાવવાંથી ધીરે-ધીરે સફેદ વાળમાં ઘટાડો થવાં લાગશે. 2. વાળને કાળા કરવા માટે દહીં એક ખૂબ અસરકારક ઉપાય છે. આની માટે ટામેટાંને દહીં સાથે ભેળવીને એમાં થોડો લીંબુનો રસ તથા નીલગિરીનું તેલ નાંખવું. અઠવાડિયામાં 2 વખત વાળની માલિશ કરવી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code