1. Home
  2. ગુજરાતી
  3. લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી
લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી

લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટના વપરાશ વધવાની સાથે ઓનલાઈન ઠગાઈ કરનારા સાઈબર ઠગો પણ વધારે સક્રિય બન્યાં છે અને લોકો સાથે ઠગાઈ આચરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝર્સએ દાવો કર્યો છે કે, તેને એચઆરના નામે ઈન્ટરવ્યુ માટે એક વેબ લિંક મળી હતી. જેની ઉપર ક્લિક કર્યાં બાદ બેંક ખાતામાંથી રૂ. 2.5 લાખ ઉપડી ગયા હતા.

એક્સ ઉપર @crankybugatti હેન્ડલરના યુઝર્સએ દાવો કર્યો કે, તેની પાસે @SocialSpectra નામના એપ પર એક કંપનીના એચઆરનો સંપર્ક થયો હતો. આ દરમિયાન એક બેઝિક ઈન્ટરવ્યુ થયું હતું અને જે સકારત્મક રહ્યું હતું. ત્યારબાદ આલમને HR કોલમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું અને આ માટે તેને એક ઓનલાઈન મીટિંગની લિંક પણ આપવામાં આવી હતી.

લિંક ઉપર ક્લિક કર્યા બાદ આલમની સિસ્ટમ પર કોલ નામની એપ ડાઉનલોડ થઈ હતી જેમાં મેલવેયર પણ હતું. આ મેલવેયર મારફતે આલમના ડિજીટલ વોલેટથી પૈસા નિકાળવામાં આવ્યા હતા. આલમના જણાવ્યા અનુસાર, સાયબર ઠગોએ તેમના ફેન્ટમ વોલેટને ખતમ કરી નાખ્યું છે અને કામિનોફાઈનેંસથી એસેટ પણ ખત્મ કર્યું છે.

આલમના કુલ 3000 ડોલર એટલે કે 2.5 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. આ ઘટના બાદ આલમએ લોકોને સલાહ આપી છે કે, કોઈ પણ પ્રકારના જોબ ઓફરના ચક્કરમાં ના પડે. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરવી. આ ઉપરાંત ડિજીટલ વોલેટ સાથે ડબલ સિક્યોરિટી રાખવી જોઈએ.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code